- ડુંગળીની નિકાસ બંધ થતા ડુંગળીની હરાજી બંધ
- હરાજી બંધ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
- હરાજી બંધ થતા ડુંગળીના ભાવમાં ઘટાડો
ગુજરાતના માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી બંધ થઇ છે. જેમાં ડુંગળીની નિકાસ બંધ થતા ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી છે. હરાજી બંધ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ હરાજી બંધ થતા ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે.
રાજ્યમાં મોટા પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન
રાજ્યમાં મોટા પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થાય છે. ત્યારે ડુંગળીના નિકાસનો પ્રતિબંધ હટાવવા માગ કરવામાં આવી છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી સારા ભાવોથી પ્રેરાઈને ખેડૂતોએ વાવેતર કર્યું પણ કરમની કઠણાઈ છે કે ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોની દશા કફોડી થઈ હોય ત્યારે તૈયાર ડુંગળીના ઢગલે ઢગલા ખેતર વાડીમાં પડ્યા છે. યાર્ડમાં ડુંગળીની હરાજી નિકાસબંધીને કારણે ઠપ્પ થઈ જતાં ખેડૂતો જાયે તો જાયે કહાં જેવો ઘાટ ઘડાયો છે.
ખેડૂતોને કાળી મજૂરી કરીને પકવેલા પાકોના પોષણશમ ભાવો મળતા નથી
ખેડૂતોને કાળી મજૂરી કરીને પકવેલા પાકોના પોષણશમ ભાવો મળતા નથી. ગરીબોની ગણાતી કસ્તુરી ડુંગળીના જ્યાં જુઓ ત્યાં ઢગલે ઢગલા ખેતર વાડીમાં પડ્યા છે. 1 વિધે 25 હજાર જેવો ખર્ચ કરીને પકવેલ ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે. ડુંગળીની ક્યાંય હરાજી થતી ના હોવાથી ખેડૂતોને ભાવનગર જિલ્લાના મહુવા યાર્ડમાં ડુંગળી વેચવા જવું પડતું હોય ત્યારે ડુંગળી પર સરકાર દ્વારા નિકાસબંધી લાદી દેતા ખેડૂતોને હવે ગંભીર દહેશત વચ્ચે સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ નિર્માણ પામી છે અને ખેડૂતો હૈયા વરાળ ઠાલવી રહ્યા છે.
ડુંગળી કાઢવાની મજુરી જ 40 હજાર આસપાસની ખેડૂતે ચૂકવી
અમરેલી જિલ્લામાં ધાવરિયા ડુંગળીનું વાવેતર થાય છે અને ડુંગળી કાઢવાની મજુરી જ 40 હજાર આસપાસની ખેડૂતે ચૂકવી દીધી છે. ખેડૂતોને ડુંગળીમાં ગયા વખતે સરકાર દ્વારા 1 રૂપિયો અને 2 રૂપિયા જેવી સહાય આપવામાં આવી હતી. પણ બજારમાં ડુંગળીના અગાઉ ભાવોને હાલ નિકાસબંધીને કારણે ભાવો સાવ તળિયે જાય તો ખેડૂતોને ખર્ચ પણ ન નીકળે તેવી શક્યતાઓ હાલ દેખાય છે. 1 વિધે 25 થી 30 હજારનો ખર્ચ ખેડૂતોને થાય છે અને મહુવા ગાડી અને કોથળા ભરીને પહોંચાડવાની મજૂરી ટ્રાન્સપોર્ટ ખર્ચ 18 હજાર થયો હોય છે. 3 દિવસથી ડુંગળીઓ ઉગી ગઈ હોય ત્યારે ખેડૂતોને નિકાસબંધીનો ફટકો પડ્યો છે.


