- મંડાલી ગામે 17 વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત
- મહેસાણા જિલ્લામાં 70 વર્ષીય વૃદ્ધાનું મોત થયુ છે
- જિલ્લામાં 24 કલાકમાં હાર્ટ એટેકના બે બનાવ બન્યા
રાજ્યમાં હાર્ટ એટેકથી બે મોત થયા છે. બહુચરાજીમાં ધોરણ 12ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયુ છે. મંડાલી ગામે 17 વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 17 વર્ષીય સેધા રબારીનું હાર્ટ એટેકથી મોત થતા મિત્રોને આઘાત લાગ્યો છે.
જિલ્લામાં 24 કલાકમાં હાર્ટ એટેકના બે બનાવ બન્યા
મહેસાણા જિલ્લામાં 24 કલાકમાં હાર્ટ એટેકના બે બનાવ બન્યા છે. બેચરાજીના મંડાલીમાં 17 વર્ષીય કિશોરનું અને 70 વર્ષીય વૃદ્ધાનું મોત થયુ છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી એકાએક છાતીમાં દુખાવો ઉપડયા બાદ હાર્ટ એટેકના કારણે મોત થવાની ચિંતાજનક ઘટનાઓ સામે આવી રહી છે. ગઇકાલે રાજકોટમાં એક 22 વર્ષીય ડૉક્ટરનું હાર્ટ એટેકથી મોત નીપજ્યુ હતુ. જેને લઈ મૃતક તબીબના પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો.
રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત
રાજકોટના 22 વર્ષીય તબીબ અવિનાશ વૈષ્ણવનું હ્રદય રોગના હુમલાના કારણે નીપજ્યું મોત હતું. તબીબ ગોકુળ હોસ્પિટલમાં નાઈટ શિફ્ટમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. રવિવારના રોજ સાંજના સમયે બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પીએમ રિપોર્ટમાં નેચરલ હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતુ. રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે.


