- 15 ફેબ્રુઆરીથી CBSE બોર્ડની પરીક્ષા શરૂ થશે
- ધોરણ 10ની 13 માર્ચ સુધી ચાલશે પરીક્ષા
- ધોરણ 12 CBSEની પરીક્ષા 2 એપ્રિલ સુધી ચાલશે
ધોરણ 10 અને 12 CBSE બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો છે. જેમાં 15 ફેબ્રુઆરીથી CBSE બોર્ડની પરીક્ષા શરૂ થશે. તેમજ ધોરણ 10ની 13 માર્ચ સુધી પરીક્ષા ચાલશે. ધોરણ 12 CBSEની પરીક્ષા 2 એપ્રિલ સુધી ચાલશે.
સમગ્ર દેશમાં 35 લાખ વિદ્યાર્થીઓ CBSE બોર્ડની પરીક્ષા આપશે
ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં 35 લાખ વિદ્યાર્થીઓ CBSE બોર્ડની પરીક્ષા આપશે. 15 મી ફેબ્રુઆરીથી CBSE બોર્ડની પરીક્ષા શરૂ થશે. સેંટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશનની સેકેન્ડરી સ્કૂલ એક્ઝામીનેશન 2024ની ડેટશીટ જાહેર થઈ ગઈ છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2024થી શરૂ થવા જઈ રહી છે. જ્યારે માર્ચ સુધી આ પરીક્ષાઓ ચાલશે. બોર્ડની આ પરીક્ષા આશરે 25-30 દિવસો સુધી ચાલશે.
ટાઈમ ટેબલ જોવા કરો એક ક્લિક : https://www.cbse.gov.in/cbsenew/documents/Class_XII_datesheet_2024.pdf




