- મહાસંગ્રામને લઇ ઇઝરાયેલએ હમાસને ફેંક્યો પડકાર
- ગાઝા યુદ્ધમાં વિજય સુધી અમને કોઈ રોકશે નહીં: નેતન્યાહુ
- યુદ્ધના કારણે 18,400 થી વધુ લોકો મોતને ભેટ્યા
હમાસ અને ઇઝરાયેલ વચ્ચે છેલ્લા 2 મહિના થી વધુ સમય થવા છતા યુદ્ધવિરામ થવાની કોઇ સંભાવના જોવા મળતી હોવા તેવું લાગી રહ્યું નથી. એક તરફ અનેક દેશો હમાસ અને ઇઝરાયેલ વચ્ચે સમાધાનની વાત લઇને આવે છે, પરંતુ ઇઝરાયેલની હઠ સામે કોઇ પણ નતમસ્તક થઇ રહ્યા છે. તેવામાં હવે ઇઝરાયેલના વડાપ્રધાને હમાસને પડકાર ફેંક્યો છે. PM નેતન્યાહુએ કહ્યું કે, ગાઝા યુદ્ધમાં વિજય સુધી અમને કોઈ રોકશે નહીં, હમાસનો ખાત્મો એજ અમારી જીત છે…
ગાઝામાં 18,400 થી વધુ લોકો મોતને ભેટ્યાં
મળતી માહિતી મુજબ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ બુધવારે કહ્યું હતું કે, ઇઝરાયેલને ગાઝા પટ્ટીમાં હમાસ આતંકવાદીઓ સામે વિજય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રાખવાથી ‘કોઈ રોકશે નહીં’. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગાઝામાં 18,400 થી વધુ લોકો માર્યા ગયા છે. જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ સિવાય સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન છે કે ગાઝાના 24 લાખ લોકોમાંથી 19 લાખ લોકો યુદ્ધને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
અમે ચર્ચા કરવા તૈયાર છીએ: હમાસ
યુદ્ધની વચ્ચે હમાસના વડા ઈસ્માઈલ હનીયેહે કહ્યું કે અમે ઈઝરાયેલના હુમલાને રોકવા માટે કોઈપણ વિચારો અને પહેલ પર ચર્ચા કરવા તૈયાર છીએ. આનાથી પેલેસ્ટિનિયનો માટે પશ્ચિમ કાંઠે અને ગાઝા પટ્ટી બંનેમાં તેમના ઘરે પાછા ફરવાનો દરવાજો ખોલી શકે છે. અને યુદ્ધ પણ રોકી શકે છે. જોકે ઇઝરાયેલના સૈનિકો અને PM નેતન્યાહુએ સપથ લીધી છે કે હમાસના આતંકીઓને સજા મળશે અને ખાત્મો કરવા માટે કોઇ પણ હદ વટાવવા માટે તૈયાર છીએ.


