- હરદીપસિંહ પુરીએ સંબોધી પ્રેસ કોન્ફરન્સ
- ભારતનો વિકાસ અને ચંદ્રયાનને લઇને કરી મહત્વની વાત
- કહ્યું 2040 સુધીમાં ભારત ચંદ્ર પણ માણસ મોકલશે
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં તેમણે પીએમ મોદીના વિકાસલક્ષી કાર્યો તેમજ ચંદ્રયાનને લઇને કેટલીક મહત્વની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ચંદ્રયાન 3તો માત્ર શરૂઆત છે. 2040 સુધીમાં ભારતે ચંદ્ર પર માણસ મોકલવાનું વચન આપ્યું છે.
2040 સુધીમાં ચંદ્ર પર માણસ મોકલશે ભારત- હરદીપસિંહ પુરી
વધુમાં જણાવ્યું કે ચંદ્રયાન 3 એ પ્રક્રિયાની માત્ર શરૂઆત છે, ભારતે 2040 સુધીમાં ચંદ્ર પર માણસ મોકલવાનું વચન આપ્યું છે. તેવી જ રીતે, અમૃત કાલમાં ભારત 2047 સુધીમાં વિકસિત દેશની કલ્પના કરે છે. સાથે જ જણાવ્યું કે ગનયાન પ્રોજેક્ટ માનવ અવકાશ ઉડાન ક્ષમતાના પ્રદર્શનની પરિકલ્પના કરે છે અને ભારત 2040 સુધીમાં ચંદ્ર પર માણસનું વચન આપે છે. ગગનયાન પ્રોજેક્ટ 3-દિવસના મિશન માટે 400 કિમીની ભ્રમણકક્ષામાં ત્રણ સભ્યોના ક્રૂને લોન્ચ કરીને અને ભારતીય જળસીમામાં ઉતરાણ કરીને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવીને માનવ અવકાશ ઉડાન ક્ષમતાના પ્રદર્શનની કલ્પના કરે છે. આ કાર્યક્રમ અમેરિકા, રશિયા અને ચીન પછી માનવસહિત સ્પેસફ્લાઇટ મિશન શરૂ કરનાર ભારત ચોથો દેશ બનશે.
ભારતે ચંદ્રયાનનું સફળ લોન્ચિંગ કરીને એક ઇતિહાસ રચી દીધો. પ્રજ્ઞાન અને રોવરે સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને કામગીરી પુરી પાડી છે. જો કે બાદમાં પ્રજ્ઞાન અને વિક્રમ બંને ડિએક્ટિવ થઇ ગયા હતા. પરંતુ મિશન ચંદ્રયાન તો સફળ જ રહ્યું છે. ત્યારે હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ એક અનોખા પ્રયોગ હેઠળ ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલ (PM)ને ચંદ્રની આસપાસની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીની આસપાસની ભ્રમણકક્ષામાં મૂક્યું છે.
શુ હતો ચંદ્રયાનનો ઉદ્દેશ ?
ચંદ્રયાન-3 મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ પ્રદેશની નજીક સોફ્ટ લેન્ડિંગ કરવાનો હતો અને લેન્ડર ‘વિક્રમ’ અને રોવર ‘પ્રજ્ઞાન’ પર ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને નવા પ્રયોગો કરવાનો હતો. આ અવકાશયાનને LVM3-M4 રોકેટ દ્વારા 14 જુલાઈ 2023 ના રોજ સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.


