- તેલંગણાના પૂર્વ સીએમને ડિસ્ચાર્જ કરાયા
- હિપ સર્જરી બાદ આપવામાં આવી રજા
- પગ લપસી જતા થયા હતા ઇજાગ્રસ્ત
તેલંગણાના પૂર્વ મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ છે. તેઓ ડિસ્ચાર્જ થતા પોતાના ઘરે પહોંચ્યા હતા. મહત્વનું છે કે બીઆરએસ પ્રમુથ 6 દિવસથી હોસ્પિટલાઇઝ઼્ડ હતાા. જો કે સર્જરી બાદ તેમની તબિયત સ્વસ્થ થતા તેમને ઘરે લાવવામાં આવ્યા છે.
6થી 8 અઠવાડિયાનો લાગશે સમય
હિપ રિપ્લેસમેન્ટ સર્જરી બાદ હવે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કેસીઆર 6થી 8 અઠવાડિયામાં સંપૂર્ણ સ્વસ્થ થવાની શક્યતા છે. તેલંગાણાના નવા મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી અને તેમની કેબિનેટના અન્ય નેતાઓ, TDP પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુ, સુપરસ્ટાર ચિરંજીવી અને અભિનેતા પ્રકાશ રાજે હોસ્પિટલમાં તેમની મુલાકાત લીધી હતી.
શું થયુ હતુ કે.સી.આરને ?
તેલંગણાના પૂર્વ સીએમ કેસીઆર યશોદા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કહેવામાં આવ્યુ હતું કે તેઓ ઘર પર પગ લપસી જતા પડી ગયા હતા. સોમાજીગુડાની યશોદા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.. કેસીઆરની બીમારીની જાણ થતાં જ પરિવારના તમામ સભ્યો હોસ્પિટલ પહોંચ્યા હતા. રાત્રે હરીશ રાવ સાથે કેટીઆરનો પરિવાર પણ યશોદા હોસ્પિટલ પહોંચી ગયો હતો. મહત્વનું છે કે તેઓ એરાવેલીમાં તેમના ફાર્મ હાઉસમાં હતા ત્યારે આ ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે કેસીઆર 3 ડિસેમ્બરથી એરવેલીમાં તેમના ફાર્મ હાઉસમાં રહે છે. તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં હાર થતા તેમણે સરકારી ઈમારત છોડી દીધી હતી. ત્યારથી તેઓ ફાર્મ હાઉસમાં રહે છે. છેલ્લા બે-ત્રણ દિવસથી તે પોતાના ઘરે બધાને મળી રહ્યા હતા.


