- મહેસાણામાં ગેરકાયદેસર બાંધકામ તોડવામાં નહીં આવે તો વિવાદ કલેક્ટર કચેરીએ પહોંચશે
- કાર્યવાહી કરવામાં પાલિકા તંત્રની બેધારી નીતિ
- સ્ટ્રકચરો જે દબાણ હેઠળ હતા તે તોડી પાડયા હતા
મહેસાણા શહેરમાં રાધનપુર ચોકડી નજીક નિર્માણ પામી રહેલા સીટી સેન્ટરનું બાંધકામ ગેરકાયદેસર હોવાનું મહેસાણા નગરપાલિકાને અવાર નવાર રજૂઆતો મળી હતી. તપાસ દરમિયાન મહેસાણા નગરપાલિકાની બાંધકામ શાખાને આ બાંધકામ ગેરકાયદેસર હોવાનું માલુમ પડયું હતું.
અંતે, મહેસાણા નગરપાલિકાએ આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાનો અને દબાણ હટાવવાનો નિર્ણય લીધો હતો. શુક્રવારે મહેસાણા પાલિકાની ટીમ જેસીબી સહિતના મશીનો સાથે સ્થળ ઉપર પહોંચી હતી અને બિમ, કોલમ તેમજ અન્ય સ્ટ્રકચરો જે દબાણ હેઠળ હતા તે તોડી પાડયા હતા.
મહેસાણા શહેરમાં રાધનપુર રોડ, મોઢેરા રોડ તેમજ અન્ય કિંમતી વિસ્તારોમાં મિલકતોના ભાવ ઊંચકાતાં ગેરકાયદેસર બાંધકામ અંગેની રજૂઆતો વધી રહી છે. કેટલાક રાજકીય વગનો ઉપયોગ કરી મહેસાણા નગરપાલિકા તંત્રને ચૂપ કરી દે છે, પણ ગેરકાયદેસર દબાણો તોડવા માટે સમાન ધોરણે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. નહીંતર મહેસાણા શહેરમાં ચાલતાં ગેરકાયદેસરનો મામલો કલેકટર કચેરીએ પહોંચશે.


