- ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી T20 જીતી
- ભારતે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી 1-1થી ડ્રો કરી
- કેએલ રાહુલે કરી સૂર્યકુમારના કર્યા વખાણ
ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સીરીઝ 1-1થી બરાબરી કરી છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રીજી ટી20 મેચમાં સૂર્યકુમાર યાદવે સદી ફટકારી હતી. આ સાથે ભારતે કુલદીપ યાદવની 5 વિકેટ સાથે દક્ષિણ આફ્રિકાને 95 રન પર ઓલ આઉટ કરવામાં સફળ રહ્યું હતુ. કેએલ રાહુલે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સૂર્યકુમાર યાદવના વખાણ કરતા કહ્યું કે તે એખ ટોપ ક્લાસ ખેલાડી છે.
સૂર્યકુમાર બન્યો પ્લેયર ઓફ ધ સિરીઝ
સૂર્યાએ પોતાની ઇનિંગ્સમાં મેદાનના દરેક ખૂણામાં મોટા શોર્ટ્સ ફટકાર્યા હતા. સૂર્યાએ 56 બોલમાં 7 ફોર અને 8 સિક્સ ફટકાર્યા હતા. મેચ બાદ સૂર્યાને પ્લેયર ઓફ ધ સીરીઝ અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, સૂર્યાની તોફાની સદી પછી, દરેક જગ્યાએ તેના વખાણ થઈ રહ્યા છે.
કેએલ રાહુલે કર્યા વખાણ
આ દરમિયાન, કેએલ રાહુલ, જેઓ ODI શ્રેણી માટે ટીમની કેપ્ટનશીપ કરી રહ્યા છે, તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સૂર્યાની પ્રશંસા કરી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સૂર્યાની સદી બાદ જ્યારે તેણે પોતાનું બેટ ઉંચુ કરીને સદીની ઉજવણી કરી તો સ્ટેડિયમમાં લોકો ઉભા થઈને તેના માટે તાળીઓ પાડી.
કેએલ રાહુલે વીડિયો કર્યો શેર
પોતાની સદી બાદ સૂર્યાના સેલિબ્રેશનનો વીડિયો પોસ્ટ કરતા રાહુલે લખ્યું, ટોપ ક્લાસ કેપ્ટન. તેણે સૂર્યાને ટેગ પણ કર્યો છે. સૂર્યા અને કુલદીપની પાંચ વિકેટની આ ઇનિંગને કારણે ભારતે આ મેચ 106 રનથી જીતી લીધી હતી અને શ્રેણી 1-1ની બરાબરી પર ખતમ કરી હતી. જો કે, સૂર્યા ફિલ્ડિંગ કરતી વખતે ખરાબ રીતે ઘાયલ થયો હતો અને તેને ઉઠાવી લઇ જવો પડ્યો હતો. જોકે, મેચ બાદ તેણે કહ્યું હતું કે હવે તે ચાલવા સક્ષમ છે.


