- ઇરાનમાં ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રી
- અન્ય 32 દેશોને પણ મળી રાહત
- મુલાકાતીઓને આકર્ષવાનો ઉદ્દેશ્ય
ઈરાને ગુરુવારે કહ્યું કે ભારત અને સાઉદી અરેબિયા સહિત 33 દેશો માટે વિઝાની જરૂરિયાતો હટાવી રહ્યું છે. મતલબ કે હવે ભારતીય નાગરિકોને ઈરાન જવા માટે વિઝાની જરૂર નહીં પડે. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યાનુસાર ઈરાની પર્યટન મંત્રાલયનું માનવું છે કે ઓપન ડોર પોલિસી વિશ્વના વિવિધ દેશો સાથે જોડાણ કરવાના ઈરાનના સંકલ્પને પ્રદર્શિત કરશે. સાથે એમ પણ કહ્યું કે આ નિર્ણય સાથે જે એવા દેશોની સંખ્યા વધીને 45 થઇ જશે કે જેના નાગરિકો વિના વિઝા ઇરાનની યાત્રા કરી શકશે.
મુલાકાતીઓને આકર્ષવાનો ઉદ્દેશ્ય
ઈરાનના સાંસ્કૃતિક વારસો, પર્યટન અને હસ્તકલા મંત્રી એઝાતુલ્લાહ જર્ગામીએ જણાવ્યું હતું કે આ નિર્ણયનો ઉદ્દેશ પ્રવાસન આગમનને વેગ આપવા અને વિશ્વભરના દેશોમાંથી વધુ મુલાકાતીઓને આકર્ષવાનો છે. બુધવારે કેબિનેટની બેઠક પછી પત્રકારો સાથે વાત કરતા, જર્ગામીએ જણાવ્યું હતું કે આ નિર્ણયનો ઉદ્દેશ્ય પ્રવાસન આગમનને વેગ આપવા અને વિશ્વભરના દેશોમાંથી વધુ મુલાકાતીઓને આકર્ષવાનો હતો.
આ દેશોમાં ભારતીય મુલાકાતીઓને પણ વિઝાની જરૂર નથી
મહત્વનું છે કે હમણા જ મલેશિયા, શ્રીલંકા અને વિયેતનામે ભારતના મુલાકાતીઓ માટે વિઝાની આવશ્યકતાઓને માફ કરી દીધી છે. ભારત આઉટબાઉન્ડ ટુરિઝમ માટે સૌથી ઝડપથી વિકસતા બજારોમાંનું એક છે, તાજેતરમાં મેકકિન્સેના વિશ્લેષણમાં 2022માં 13 મિલિયન આઉટબાઉન્ડ ભારતીય પ્રવાસીઓના આગમનની આગાહી કરવામાં આવી છે.


