- ગુજરાત સહિત સાત રાજ્યના કારીગરોની મહેનત
- 35 કારીગરોએ ડાયમંડ બુર્સની પ્રતિકૃતિ તૈયાર કરી
- 60 દિવસમાં તૈયાર કરી ડાયમંડ બુર્સની પ્રતિકૃતિ
રવિવારે વડાપ્રધાન મોદી દ્વારા સુરતના ડાયમંડ બુર્સના ઉદ્ધાટન કરવામાં આવશે. તે પહેલાં વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વચ્ચે સુરત જવેલર્સે સુરતના ડાયમંડ બુર્સની ડાયમંડની ભવ્ય પ્રતિકૃતિ બનાવી છે. જે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ માટે વિવિધ કારીગરો દ્વારા રાતદિવસ મહેનત કરવામાં આવી છે.
શું છે આ પ્રતિકૃતિની વિશેષતા
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુરતમાં ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે સુરતના જવેલર્સ દ્વારા સોના, ચાંદી અને હીરાથી ડાયમંડ બુર્સની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. જેમાં ગુજરાત સહિત સાત રાજ્યના કારીગરો દ્વારા મેહનત કરવામાં આવી છે. ડાયમંડ બુર્સની પ્રતિકૃતિ બનાવવા માટે 60 દિવસનો સમય તૈયાર કરવામાં લાગ્યો છે.
આ ડાયમંડ બુર્સની પ્રતિકૃતિની ખાસ વાત એ છેકે બે કિલો વજનની આ પ્રતિકૃતિમાં 6886 ડાયમંડનો ઉપયોગ થયો છે. જેના માટે 35 કારીગરો દ્વારા 60 દિવસ સુધી કામગીરી કરવામાં આવી છે. તેમજ તેના વિવિધ પાર્ટને અલગ અલગ ધાતુનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. જેને સંપૂર્ણ રીતે ડાયમંડ બુર્સનો જ લુક આપવામાં આવ્યો છે.
એક ભારત-શ્રેષ્ઠ ભારતનો મેસેજ
સુરત ડાયમંડ બુર્સની પ્રતિકૃતિ બનાવવામાં હીરા, સોનું અને ચાંદી વડે બની 2 કિલોની સુરત બુર્સની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. સુરત શહેરના જ્વેલરી ઉત્પાદક જ્વેલર્સે આ પ્રતિકૃતિ બનાવી છે. આ પ્રતિકૃતિ બનાવવામાં એક ભારત-શ્રેષ્ઠ ભારતનો મેસેજ આપવામાં આવ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના 7 રાજ્યોના 35 કારીગરોએ 60 દિવસ મહેનત કરીને આ પ્રતિકૃતિ તૈયાર કરી છે.

વડાપ્રધાન મોદીના આગમનની તૈયારી
વડાપ્રધાનના આગમાન માટે સુરતના 8 કિલોમીટરના રૂટને વિશેષ રીતે શણગારવામાં આવ્યો છે. જેમાં એરપોર્ટથી ડાયમંડ બુર્સના રૂટના બંને તરફ બામ્બુથી બેરીકેટ કરી દેવામાં આવ્યા છે. તેમજ રોડ પર 10થી વધુ સ્વાગત પોઇન્ટ બનાવવાની પણ તૈયારી થઇ રહી છે. જેમાં વડાપ્રધાન દ્વારા રસ્તા પર લોકોને અભિવાદન કરતા ડાયમંડ બુર્સ સુધી પહોંચી શકે છે. સુરત એરપોર્ટની બહાર નીકળતાની સાથે જ એરપોર્ટની બંને તરફના રસ્તા પર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાનને આવકારતી આકર્ષક રંગોળી તૈયાર કરાઈ છે. તેમજ ઠેર-ઠેર વડાપ્રધાનને આવકારતા વિશાળ હોલ્ડિંગ્સ અને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.


