- ગમખ્વાર ઘટના બાદ ડમ્પરચાલક ફરાર
- ડમ્પરમાં પાર્કિંગ લાઇટ કે રિફ્લેકટર સ્ટીકરો જ નહોતાં
- ટ્રાફ્કિ પોલીસે ડમ્પરચાલક સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી
રાણીપ ડીમાર્ટથી આરટીઓ સર્કલ વચ્ચે ડમ્પરચાલકે તેનું ડમ્પર રસ્તામાં ઉભુ રાખ્યુ હતુ તેમજ પાર્કિંગ લાઇટ કે રિફ્લેકટર સ્ટીકરો પણ ન લગાવ્યા હોવાથી પાછળથી આવી રહેલ બાઇકચાલક વૃધ્ધ અથડાતા તેમનું મોત નિપજ્યુ હતુ. ઘટના બાદ ડમ્પરચાલક ફરાર થઇ ગયો હતો. આ અંગે ટ્રાફ્કિ પોલીસે ડમ્પરચાલક સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.
ચાંદખેડામાં રહેતા નિકુંજ બોસમીયા નાસ્તાનો ધંધો કરે છે. જેમાં તેમના 64 વર્ષીય પિતા મનહરલાલ બોસમીયા ગુરુવારે રાત્રે કામ પૂર્ણ કરીને બાઈક લઈને ઘરે જઈ રહ્યા હતા. ત્યારે રાણીપ ડીમાર્ટથી આરટીઓ સર્કલ વચ્ચે પહોંચ્યા ત્યારે રોડની વચ્ચે એક ડમ્પરના ચાલકે તેનુ ડમ્પર ઉભુ રાખ્યુ હતુ. જેથી પાછળથી આવી રહેલા મનહરલાલ ડમ્પરના પાછળના ભાગે ટકરાતા જમીન પર પટકાતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ ડમ્પર ચાલક ત્યાંથી ફરાર થઈ હતો. તેમજ આસપાસના લોકો ભેગા થઈને મનહરલાલને સારવારઅર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન ફરજ પરના ડોક્ટરે મહનરલાલને મૃત જાહેર કર્યા હતા. ડમ્પર ચાલકે પાર્કિંગ લાઈટ કે રેડિયમ પટ્ટી લગાવી ન હોવાથી ચાલકની બેદરકારીના કારણે અકસ્માત થયો હોવાથી બી ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.


