- ભારતીય નૌસેનાએ એન્ટી હાઇજેકિંગ ટીમ મોકલી
- MV Ruen નામનું માલવાહક જહાજ હાઈજેક
- હાઈજેક થયેલા જહાજમાં 18 ક્રુ મેમ્બર સવાર
અરબી સમુદ્રમાં મોટી ઘટના સામે આવી આવી રહી છે. જેમાં ભારતીય દરિયાઈ સીમા નજીક સોમાલિયન પાયરેટ્સે કાર્ગો જહાજ હાઇજેક કર્યું હોવાની વિગતો સામે આવી રહી છે. આ અંગેની માહિતી ભારતીય નૌસેના દ્વારા પણ આપવામાં આવી છે. જેના સાથે જ જાહજનું લોકેશન પર શોધવામાં આવ્યું છે.
આ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર, અરબી સમુદ્રમાં સોમાલિયન પાયરેટ્સે MV Ruen નામનું માલવાહક જહાજ હાઈજેક કર્યું હોવાની વિગતો સામે આવી છે. જે હાઈજેક થયેલા જહાજમાં 18 ક્રુ મેમ્બર સવાર હોવાની પણ માહિતી સામે આવી છે. આ માટે ભારતીય નૌસેનાએ લોકેશન શોધ્યું છે.
અરબી સમુદ્રમાં સોમાલિયન પાટરેટ્સે જાહજ હાઇજેટ કરતાં ભારતીય નૌસેના એલર્ટ બની છે. જેની સાથે જ ભારતીય નૌસેના વોર શીપ સહિતની ટીમ નેવીને 14 ડિસેમ્બરે એલર્ટ મળ્યું હતું. આ પછી નૌકાદળે અપહરણ કરાયેલા જહાજ એમવી રૂએનની મદદ માટે એડનની ખાડીમાં તેનું યુદ્ધ જહાજ મોકલ્યું. હાઇજેક કરાયેલા જહાજમાં 18 લોકો હાજર છે.
નૌકાદળને UKMTO પોર્ટલ પર સંદેશ મળ્યો હતો કે તેમના જહાજ પર 6 અજાણ્યા લોકો આવ્યા છે. આ પછી નૌસેનાએ એડનના અખાતમાં MV રુએનને શોધવા માટે તેના એરક્રાફ્ટને સર્વેલન્સ માટે તૈનાત કર્યા. જેમાં માહિતી અનુસાર, લૂટાંરા અપહરણ કરાયેલા જહાજને સોમાલિયા તરફ લઈ જઈ રહ્યા છે. યુરોપિયન યુનિયન અને સ્પેને પણ જહાજને બચાવવા માટે તેમના નૌકાદળ તૈનાત કર્યા છે.
2019 પછી હાઇજેકનો મોટો મામલો
2019 પછી અરબી સમુદ્રમાં જહાજ અપહરણનો આ સૌથી મોટો મામલો છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્યાના રાષ્ટ્રપતિ સાથે દરિયાઈ સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. અન્ય દેશોની સાથે ભારત પણ સમયાંતરે અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરમાં એન્ટી-પાયરસી ઓપરેશન ચલાવે છે.


