- શ્રીનગરમાં પોલીસ પર હુમલા મામલે એક્શન
- 3 હાઇબ્રિડ આતંકવાદીઓની ધરપકડ
- ડીજીપી આર.આર સ્વૈને આપી માહિતી
શ્રીનગરના બેમિના વિસ્તારમાં ગયા અઠવાડિયે પોલીસકર્મી પર થયેલા હુમલામાં સામેલ ત્રણ હાઇબ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક આરઆર સ્વૈને રવિવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે હુમલાની યોજના પાકિસ્તાન સ્થિત આતંકવાદી અર્જુમંદ ઉર્ફે હમઝા બુરહાન દ્વારા બનાવવામાં આવી હતી, જે સ્થાનિક માસ્ટરમાઇન્ડ દાનિશ અહેમદ મલ્લાના સંપર્કમાં હતો. મહત્વનું છે કે કોન્સ્ટેબલ મોહમ્મદ હાફીઝ ચક 9 ડિસેમ્બરના રોજ ડ્યુટી બાદ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો.
સ્થાનિક માસ્ટરમાઇન્ડ દાનિશે કરી મદદ
ડીજીપીએ કહ્યું કે આ કાવતરું પાકિસ્તાન સ્થિત આતંકવાદી અર્જુમંદ ઉર્ફે હમઝા બુરહાન દ્વારા ઘડવામાં આવ્યું હતું. જે હુમલાને અંજામ આપવા માટે સ્થાનિક માસ્ટરમાઇન્ડ દાનિશ અહેમદ મલ્લાના સંપર્કમાં આવ્યો હતો. પત્રકારો સાથે વાત કરતા ડીજીપીએ કહ્યું કે હુમલામાં સામેલ હાઇબ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.તેઓએ વધુમાં જણાવ્યું કે કોન્સ્ટેબલ મોહમ્મદ હાફીઝ ચક સદનસીબે આ હુમલામાં બચી ગયા હતા.
હાઇબ્રિડ આંતકવાદીઓ કેવા હોય?
ડીજીપીએ વધુમાં જણાવ્યું કે અમે પ્રાર્થના કરીએ છીએ કે કોન્સ્ટેબલ જલ્દીથી સ્વસ્થ થઇને પરત ફરે. જ્યાં સુધી હત્યારાઓનો સવાલ છે. તેણે પોતાનું કામ કરી લીધું હતું. હાઇબ્રિડ આતંકવાદીઓ કોણ હોય છે તે અંગે માહિતી આપતાં તેમણે કહ્યું કે આ એવા આતંકવાદીઓ એવા છે છે જેઓ હુમલા કરે છે અને પછી તેમના નિયમિત જીવનમાં પાછા ફરે છે.


