- દાહોદ જિલ્લામાં નકલી કચેરી કૌભાંડમાં નવો વળાંક સામે આવ્યો
- બે વ્યક્તિઓનાં બૅંક એકાઉન્ટનો ખોટો ઉપયોગ કરી 45 લાખ ઉપાડયાં
- કોંભાંડમાં વધુ તપાસનો ધમધમાટ આરંભ કર્યો
છોટાઉદેપુર નકલી કચેરીનો રેલો દાહોદ જિલ્લામાં આવ્યાં બાદ એક પછી એક સરકારી કર્મચારીઓની અટકાયત કરવામાં આવી રહી છે. ત્યારે આ બનાવમાં નવો વળાંક સામે આવ્યો છે જેમાં આ આરોપીઓમાંથી મુખ્ય સુત્રધાર ગણતો અબુબકર ઝાકીરઅલી સૈયદ થતા તેનો ભાઈ એજાઝહુસેન ઝાકીરઅલી સૈયદનાઓએ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના સીંગવડ તાલુકાના જાલીયાપાડા ગામે રહેતાં બે વ્યક્તિઓના નામે બેન્કમાં એકાઉન્ટ ખોલાવી ગેરકાયદેસર રીતે બંન્ને બંન્ને એકાઉન્ટોમાંથી કુલ રૂા.45,08,502ની માતબર રકમ ગેરકાયદેસર રીતે મેળવી સરકારી નાણાંની લેવડ દેવડ કરી બંન્ને વ્યક્તિઓના બેન્ક ખાતાઓનો ખોટો ઉપયોગ કરતાં આ મામલે રણધીકપુર પોલીસ મથકે વ્યક્તિએ ફરીયાદ નોંધાંવતાં પોલીસે આ કોંભાંડમાં વધુ તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે.
છોટાઉદેપુર નકલી કચેરી કૌભાંડ દાહોદ જિલ્લા પહોંચ્યાં બાદ અત્યાર સુધી આ કૌંભાંડમાં પોલીસે કુલ 11 આરોપીઓની એક પછી એક અટકાયત કરી તપાસ તેમજ પુછપરછનો ધમધમાટ આરંભ કરવામાં આવ્યો છે. ત્યારે આ કૌંભાંડમાં વધુ એક ફરીયાદ નોંધાંતાં ખળભળાટ મચી જવા પામ્યો છે જેમાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના સીંગવડ તાલુકાના જાલીયાપાડા ગામે નિચવાસ ફ્ળિયામાં રહેતાં ચંપકભાઈ કાન્તીભાઈ ભુરીયાએ રણધીકપુર પોલીસ મથકે નોંધાંવેલ ફરીયાદમાં જણાવ્યાં અનુસાર, અબુબકર ઝાકીરઅલી સૈયદ તથા તેનો ભાઈ એજાઝહુસેન ઝાકીરઅલી સૈયદે આજથી આશરે એકાદ વર્ષ પહેલા ચંપકભાઈ તથા તેમની સાથેના ભુરીયા મેહુલભાઈ મણીલાલ એમ બંન્ને મોબાઈલ ફેનથી સંપર્ક કરી વડોદરા ઈલોરાપાર્ક ઓફ્સિે બોલાવ્યાં હતાં તે સમયે ચંપકભાઈ તથા મેહુલભાઈના એમ બંન્ને વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ તેઓના આધાર કાર્ડ, પાનકાર્ડ તથા ફોટાઓ લઈ બંન્નેને સુપરવાઈઝર બનાવવાની લાલચ આપી હતી અને તમારા બંન્નેનું બેન્ક એકાઉન્ટ ખોલવુ પડશે, તેમ કહી સરજુમી ગામે આવેલ કોટક બેન્કમાં ચંપકભાઈ તથા મેહુલભાઈના બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યાં હતાં.
આ બાદ બંન્ને બેન્ક એકાઉન્ટની પાસબુક, ચેકબુક તથા એટીએમ કાર્ડ તમારા ઘરે આવી જશે, તેમ કહી લાલચ આપી વિશ્વાસમાં લઈ અબુબકર તથા તેના ભાઈ એજાઝહુસેને પાસબુક, ચેકબુક તથા એટીએમ કાર્ડ મેળવી પુર્વ આયોજીત કાવતરા મુજબ છેતરપીંડી કરી ચંપકભાઈ તથા મેહુલભાઈની જાણ બહાર તેઓના ખોલવામાં આવેલ બંન્ને બેન્ક એકાઉન્ટમાંથી રૂા. 23,40,781 તથા રૂા.21,67,721 એમ કુલ રૂા.45,08,502 ના રકમ ગેરકાયદેસર મેળવેલ સરકારી નાણાંની લેવડ દેવડ કરી બેન્ક ખાતાઓનો ખોટો ઉપયોગ કરતાં આ સંબંધે ચંપકભાઈ કાન્તીભાઈ ભુરીયાએ રણધીકપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


