- 36 લોન ધારકોનાં રૂા. 6.42 લાખ અંગત કામમાં વાપરી નાખ્યાં
- દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો
- આરોપીઓ વિરુદ્ધ વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો દાખલ કરવામાં આવ્યો
દેડિયાપાડા ખાતે આવેલી ભારત ફઈનાસિયલ ઈન્કલુઝન લિમિટેડ કંપની દ્વારા બે આરોપીઓ વિરુદ્ધ પૈસાની ઉચાપત અને છેતરપિંડી કરવા બાબતે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેની તપાસ પોલીસ કરી રહી છે.
દેડિયાપાડા ખાતે આવેલી ભારત ફઈનાસિયલ ઈન્કલુઝન લિમિટેડ દેડિયાપાડા માં તા. 23/1/2023થી તા. 4/3/2023ના સમયગાળા દરમ્યાન દેડિયાપાડા ખાતે વિજયકુમાર મહેંદ્રભાઇ પટેલીયા રહે રાજપુર, અને અજયભાઇ ગુમાનભાઇ વસાવા રહે. પાણેથા. સામે ગુનો નોંધાયો છે. જેમાં વિજયપટેલીયાએ ભારત ફયનાન્સ ઈન્ફ્લુઝન લીમીટેડની દેડિયાપાડા શાખામાં બ્રાંચ મેનેજર તરીકેની પોતાની ફરજ દરમિયાન 7 લોન ધારકો પાસેથી કુલ રૂા. 84,573ની લોનની ચુકવણી તથા લોનના હપ્તા ઉઘરાવા પેટે ઉઘરાવી પોતાના અંગત કામમાં વાપરી નાંખી અને લોન ધારકોના ખાતામાં નહી નાંખ્યા હતા.
તથા અજયભાઇ ગુમાનભાઇ વસાવાએ ઈન્ડસઈન્ડ બેંક સાથે મર્જ થયેલા ભારત ફયનાન્સની દેડિયાપાડા શાખામાં પોતાની સંગમ મેનેજર તરીકેની ફરજ દરમિયાન કુલ 29 લોન ધારકોના લોન ચુકવણીના નાણા તથા લોન ધારકોના લોનના હપ્તાઓ ના નાણાં લોન ધારકો પાસેથી પાકો વિશ્વાસ આપી મેળવી લોન ધારકોના ખાતામાં ન નાંખી પોતાના અંગત કામમાં વાપરી નાંખી લોન ધારકો સુધી ન પહોંચાડી અને લોનની ભરપાઈ પણ ભારત ફઈનાન્સમાં ન કરી લોન ધારકોના કુલ રૂા. 5,57,608 પોતાના અંગત કામમાં વાપરી નાખ્યા હતા. આમ બન્ને આરોપીઓએ 36 લોન ધારકોના કુલ રૂા. 6,42,181 રૂપિયાની એક જ સમયગાળા દરમિયાન સાથે મળી એકબીજાની મદદગારીથી વિશ્વાસ ઘાત અને ઠગાઈ કરી નાણાની ઉચાપત કરી ગુનો કર્યો તે વિગેરે બાબતે દેડિયાપાડાપોલીસ સ્ટેશનમાં પ્રિતેશ ભાઈ પુનમ ભાઈ માછી નોકરી ભારત ફઈનાસિયલ ઈનકલુઝન લિમિટેડ દેડિયાપાડા ખાતે બ્રાન્ચ મેનેજર હાલ રહે. ગણેશ પાર્ક સોસાયટી નવાગામ રોડ દેડિયાપાડા જેમાણી જહીર અબ્બાસ મોહમ્મદઅલી ના ભાડાના મકાનમાં દેડિયાપાડાની ફરીયાદ આધારે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


