- સંતરામપુર તાલુકા ટીચર્સ કો.ઓ. સોસાયટીનો વહીવટ કરતા
- આઠ સભાસદોને પુનઃ સ્થાપિત કરવા જિલ્લા રજિસ્ટારને આદેશ
- હુકમોનું પાલન કરાવવા વારંવાર વિનંતી પત્રો લખેલાં
ધી સંત તાલુકા ટીચર્સ કો.ઓ.સોસાયટી લી. સંતરામપુરના ચેરમેન શાંતિલાલ સહાની, સેક્રેટરી જયંતિભાઈ પ્રજાપતિ તથા તેમનાઅન્ય વહીવટ કર્તાઓ દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરી મનસ્વી રીતે ખોટા ઠરાવો કરી મંડળી નાં આઠ સભાસદોને ખોટી રીતે સસ્પેન્ડ કરેલ હતાં અને છેલ્લાં છ વર્ષથી તેમના સભાસદો તરીકેનાં તમામ હક્કો છીનવી લીધાં હતાં. સસ્પેન્ડ કરેલ આઠ સભાસદોની ભૂલ માત્રએ હતી કે મંડળીનાં આપખુદશાહી વહીવટકર્તાઓ દ્વારા ચલાવાતાં ગેર વહીવટને બહાર લાવી ઉપલી કક્ષાએ રજુઆત કરી હતી.
સોસાયટીમાં ખોટી રીતે કરેલા ઠરાવો જિલ્લા રજિસ્ટાર મહીસાગરેના મંજુર કરવા છતાં પોતાની પોલ બહાર ન પડે એટલાં માટે સોસાયટીનાં આપખુદશાહી વહીવટ કર્તાઓએ સત્તાનો દુરુપયોગ કરી આઠ સભાસદોને મંડળીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ આ જાગ્રત સભાસદોની સાચી રજુઆત સાંભળીને ઉપલી કચેરીઓ દ્વારા પણ સભાસદોના પક્ષમાં હુકમો કરેલ અને મંડળીનાં ચેરમેન,સેક્રેટરી તથા કારોબારી સભ્યોને જણાવેલ કે આઠ સભાસદોને સસ્પેન્ડ કરવા માટે આપની પાસે કોઈ કારણ નથી. છ વર્ષથી પોતાના હક્કો માટે લડતાં સભાસદોએ રજિસ્ટારને પણ તેમને કરેલાં હુકમોનું પાલન કરાવવા વારંવાર વિનંતી પત્રો લખેલાં અને મૌખિક રજુઆતો પણ કરેલી. છતાં અમલ નહી થતાં સભાસદોએ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટમાં દ્વારા જિલ્લા રજિસ્ટાર મહીસાગરને સભાસદોને તાત્કાલિક પુનઃ સ્થાપિત કરવા આદેશ કરતાં રજિસ્ટારે મંડળીનાં ચેરમેન શાંતિલાલ સહાની, સેક્રેટરી તથા તમામ કમીટી સભ્યોને તા.21નાં રોજ તમામ રેકર્ડ સાથે લુણાવાડા ખાતે હાજર રહેવા બીજી નોટીસ પાઠવી હોવાનું જાણવા મળે છે.


