- કોર્ટ કમિશનરની નિયુક્તિના આદેશના વિરોધમાં કરાઇ હતી અરજી
- સુન્ની વકફ બોર્ડ તરફથી અલ્હાબાદ હાઇકોર્ટમાં કરાઇ હતી અરજી
- આગામી વર્ષે 11 જાન્યુઆરીના રોજ થશે આ મામલે વધુ સુનાવણી
અલ્હાબાદ હાઇકોર્ટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ સ્થળ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ મામલે કોર્ટ કમિશનરની નિયુક્તિને લઈને સીનાવાની હાલ પૂરતી ટાળી દીધી છે. તો, હાઇકોર્ટે સર્વે મામલે પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો છે. હવે 11 જાન્યુઆરી 2024ના રોજ આ મામલે આગામી સુનાવણી કરવામાં આવશે. કોર્ટમાં સુન્ની વકફ બોર્ડ તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી કે તેણે કોર્ટ કમિશનરની નિયુક્તિના આદેશના વિરોધમાં વિશેષ અરજી દાખલ કરી છે. તેના પર કોર્ટે કહ્યું હતું કે આ મામલે તે ટૂંક સમયમાં પોતાનો આદેશ આપશે.
શ્રી કૃષ્ણ વિરાજમાનના લિટિગેશન મિત્ર મૂર્તિ સાથે હાઈકોર્ટ પહોંચ્યા હતા. ભગવાનના નામે હાઇકોર્ટમાં પાસ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ પહેલા રવિવારે સુનાવણીના એક દિવસ પહેલા ઘણા પક્ષકારો મથુરાથી અલ્હાબાદ જવા રવાના થયા હતા.
અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ ખંડપીઠે અયોધ્યા જન્મભૂમિ વિવાદની જેમ શ્રી કૃષ્ણ જન્મભૂમિને અડીને આવેલી શાહી ઈદગાહ સંકુલને મંદિરનો એક ભાગ જાહેર કરવા સંબંધિત તમામ 18 અરજીઓ પર સુનાવણી કરી રહી છે. 14 ડિસેમ્બરે હાઈકોર્ટે શ્રી કૃષ્ણ વિરાજમાનની અરજીને મંજૂર કરી હતી જેમાં માંગણી કરવામાં આવી હતી કે તેમને એડવોકેટ કમિશનર તરીકે નિયુક્ત કરીને સર્વે કરવામાં આવે.


