- ખેડૂત વિભાગના 10 અને વેપારી વિભાગના 4 ઉમેદવારો બિનહરીફ થયા
- ફોર્મ ભરવાના અંતિમ દિવસે માત્ર ભાજપ પ્રેરિત ઉમેદવારોના જ ફોર્મ ભરાયા
- ચોટીલા APMCમાં ખેડૂત પેનલના ભાજપ પ્રેરિત ઉમેદવારો
ચોટીલા હાઈવે પર આવેલ APMCની મુદત પુરી થતા ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં સોમવારે તા. 18 ડિસેમ્બરના રોજ ફોર્મ ભરવાનો અંતીમ દિવસ હતો. ત્યારે અંતીમ દિવસે એપીએમસીની ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠક માટે ભાજપ પ્રેરીત ઉમેદવારોના નામ જાહેર થયા હતા. એપીએમસીમાં ઈલેકશન બદલે સીલેકશન થાય તે માટે જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસીંહ ચૌહાણે જિલ્લા ભાજપના ગઢમાં કરેલી મહેનત રંગ લાવી હતી. અને અંતીમ દિવસે ભાજપ પ્રેરીત બન્ને વિભાગની 14 બેઠકો માટે 14 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. અને સાંજ સુધી અન્ય કોઈ ઉમેદવારોએ ફોર્મ ન ભરતા ચૂંટણી પહેલા જ તમામ બેઠકો બીનહરીફ થઈ છે. અને ચોટીલા એપીએમસીની ચૂંટણી પહેલા જ ભાજપનો ભગવો લહેરાયો છે. ઉમેદવારોના ફોર્મ ભરતા સમયે જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસીંહ ચૌહાણ, પ્રભારી રાજભા ઝાલા, ચેમ્બરના પ્રમુખ રણજીતસીંહ ચૌહાણ અને દરેક જ્ઞાતીના અગ્રણીઓ સહિતના ભાજપના નેતાઓ ફોર્મ ભરતી વખતે ઉપસ્થીત રહ્યા હતા.
ચોટીલા APMCમાં ખેડૂત પેનલના ભાજપ પ્રેરિત ઉમેદવારો
જયરાજભાઈ ભારતભાઈ ધાંધલ, વાજસુરભાઈ પુનાભાઈ આહીર, આંબાભાઈ ભાદાભાઈ ઓળકીયા, ઉમેદભાઈ વિરાભાઈ વિકમા, રામભાઈ મોતીભાઈ સાંબડ, મહેશભાઈ મનહરદાસ મારાજ, જયવીરભાઈ દાદભાઈ ખાચર, જીજ્ઞેશભાઈ વિરજીભાઈ પરાલીયા, રણછોડભાઈ સંગ્રામભાઈ રબારી, રૂપાભાઈ કરશનભાઈ ભરવાડ.
વેપારી પેનલના ભાજપ પ્રેરિત ઉમેદવારો
યજુવેન્દ્રસીંહ વજુભા ચૌહાણ, હિતેશભાઈ શાંતીલાલ માલકીયા, દેવરાજભાઈ હીરાભાઈ ધાંધળ, જીજ્ઞેશભાઈ અરવિંદભાઈ ખંધાર.


