- પાકિસ્તાન સામેની ટેસ્ટમાં ખભે બાંધી કાળી પટ્ટી
- શૂઝ પર પેલેસ્ટાઇનને સપોર્ટ કરતા સુત્રો લખ્યા
- ઉસ્માન ખ્વાજાએ ICC સામે જતાવ્યો વિરોધ
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ખેલાડીઓ મેદાન પર પોતાના વર્તનને કારણે અવારનવાર વિવાદોમાં ફસાઈ જાય છે. આ વખતે ટીમનો બેટ્સમેન ઉસ્માન ખ્વાજા ચર્ચામાં છે. પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં હાથ પર કાળી પટ્ટી પહેરવા બદલ ICCની ઠપકોનો સામનો કરી રહેલા ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ઉસ્માન ખ્વાજાએ શુક્રવારે આ મામલે મોટું પગલું ભર્યું છે. તેણે કહ્યું કે તે તેને પડકારશે કારણ કે તેણે ICCને કહ્યું હતું કે તેણે અંગત દુઃખના કારણે આવું કર્યું છે.
ઉસ્માન ખ્વાજાએ પહેરી કાળી પટ્ટી
ખ્વાજાએ ગયા અઠવાડિયે પર્થમાં પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન કાળી પટ્ટી પહેરી હતી. 13 ડિસેમ્બરે જ્યારે તે પ્રેક્ટિસ સેશન માટે બહાર આવ્યો ત્યારે તેના બેટિંગ શૂઝ પર ‘ઓલ લાઈવ્સ ઈક્વલ’ અને ‘ફ્રીડમ ઈઝ અ હ્યુમન રાઈટ’ લખેલું હતું. ICCએ પર્થ ટેસ્ટના બીજા દિવસે મને પૂછ્યું હતું કે મેં શા માટે કાળી પટ્ટી પહેરી છે અને મેં કહ્યું હતું કે વ્યક્તિગત શોકના કારણે આવું હતું. મેં આ સિવાય બીજું કશું કહ્યું નથી.”
“હું ICCનું સન્માન કરૂ છું”
હું ICC અને તેના નિયમોનું સન્માન કરું છું. હું આ નિર્ણયને પડકારીશ. શૂઝનો મુદ્દો અલગ હતો પણ આર્મબેન્ડ વિશે ઠપકો આપવાનો કોઈ અર્થ નથી. મેં ભૂતકાળમાં પણ તમામ નિયમોનું પાલન કર્યું છે. ખેલાડીઓ તેમના બેટ પર સ્ટીકર લગાવે છે, જૂતા પર નામ લખે છે અને અન્ય ઘણી વસ્તુઓ ICCની પરવાનગી વિના થાય છે પરંતુ તેમને ઠપકો આપવામાં આવતો નથી.
શું છે ICCના નિયમ?
ICCના નિયમો હેઠળ ક્રિકેટરો આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન કોઈપણ પ્રકારનો રાજકીય, ધાર્મિક કે જાતિવાદી સંદેશો પ્રદર્શિત કરી શકતા નથી. પરંતુ ભૂતપૂર્વ ખેલાડીઓ, પરિવારના સભ્યો અથવા કોઈપણ મહત્વપૂર્ણ વ્યક્તિના મૃત્યુ પર, પૂર્વ પરવાનગી સાથે કાળી પટ્ટી બાંધી શકાય છે. પાકિસ્તાનમાં જન્મેલા ખ્વાજા ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ રમનાર પ્રથમ મુસ્લિમ ક્રિકેટર છે.
મારો કોઇ છુપો એજન્ડો નથી
તેણે કહ્યું કે જ્યારે તે પ્રેક્ટિસ સેશન માટે આવ્યો ત્યારે તેનો કોઇ છૂપો એજન્ડા નહોતો. જો કે તેના જૂતા પર લખેલા સૂત્રો ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ તરફ ઈશારો કરે છે. તેણે કહ્યું, “હું કોઇ એજન્ડા સાથે નહોતો આવ્યો. હું એવી વસ્તુ પર પ્રકાશ પાડવા માંગતો હતો જેનો હું કટ્ટર સમર્થક છું અને મેં તે આદરપૂર્વક કર્યું. મે જે શૂઝ પર લખ્યું તેવા વિશે હું લાંબા સમયથી વિચારી રહ્યો હતો. મેં ધર્મને આનાથી અલગ રાખ્યો. હું માનવતાના મુદ્દા વિશે વાત કરી રહ્યો હતો.
અગાઉ, ICC પ્રવક્તાએ કહ્યું હતું કે, “ઉસ્માને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ICCની પરવાનગી લીધા વિના પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં વ્યક્તિગત સંદેશ (હાથ પર કાળી પટ્ટી) આપ્યો હતો. આ અન્ય ઉલ્લંઘન શ્રેણી હેઠળ આવે છે અને પ્રથમ ગુના તરીકે તેને ઠપકો આપવામાં આવ્યો છે.


