- રશિયા-યુક્રેન યુદ્ધ બન્યું વધુ ઘાતક
- બન્ને દેશ વચ્ચે ડ્રોન હુમલા કર્યા તેજ
- અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ
રશિયા-યુક્રેન યુદ્ધ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી, બંને દેશો સતત એકબીજા પર ડ્રોન હુમલા કરી રહ્યા છે. દરમિયાન શુક્રવારે વહેલી સવારે રશિયન ડ્રોને યુક્રેનની રાજધાનીને નિશાન બનાવી હતી. બે ડઝનથી વધુ રશિયન ડ્રોને શુક્રવારે વહેલી સવારે યુક્રેનની રાજધાનીને નિશાન બનાવ્યું હતું, જેમાં બે લોકો ઘાયલ થયા હતા.
24 ડ્રોન ધ્વસ્ત કર્યા
દેશની વાયુસેનાએ જણાવ્યું હતું કે આ મહિને કિવ પરનો છઠ્ઠો હુમલો હતો અને તે મધ્ય, દક્ષિણ અને પશ્ચિમ યુક્રેનના ભાગોને નિશાન બનાવતા મોટા ડ્રોન ઝૂંડનો ભાગ હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનિયન એર ડિફેન્સ ફોર્સે 28 હુમલાખોર ડ્રોનમાંથી 24ને તોડી પાડ્યા હતા.
હુમલામાં ઘણા લોકો ઇજાગ્રસ્ત
કિવના મેયર વિતાલી ક્લિટ્સ્કોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે શહેરના દક્ષિણમાં સોલોમેંસ્કી જિલ્લામાં એક ડ્રોન ફ્લેટના બ્લોક પર ત્રાટક્યું હતું, જેના કારણે ઉપરના માળે આગ લાગતા તબડતોબડ કામગીરી કરતા આગ પર કાબૂ મેળવ્યો છે. ઈમરજન્સી સેવાઓએ એમ પણ જણાવ્યું કે ઈમારતના 24મા, 25મા અને 26મા માળે આવેલા અનેક એપાર્ટમેન્ટને નુકસાન થયું છે. બે લોકો ઘાયલ થયા છે, જેમાંથી એકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ડ્રોન હુમલાના તબાહીના દર્શ્યો આવ્યા સામે
ક્લિટ્સ્કોએ એમ પણ કહ્યું હતું કે ડ્રોનના ટુકડાઓએ ડનિપ્રો નદીના પૂર્વ કિનારે ડાર્નિત્સ્કી જિલ્લામાં નિર્માણાધીન મકાનમાં આગ લગાવી દીધી હતી. પોસ્ટ કરાયેલા ફોટામાં તૂટેલી બારીઓ અને એપાર્ટમેન્ટને વ્યાપક નુકસાન દર્શાવવામાં આવ્યું છે. હાલમાં કોઈ જાનહાનિની માહિતી નથી, પરંતુ ઘણી જગ્યાએ આગ લાગી છે.


