- અધિકારી ક્યા રસ્તે જાય છે, ક્યા પહોંચ્યા તેની રેકી કરતા
- સમગ્ર મામલે મહેસાણા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી
- ગુજરાતના અધિકારીઓની કરવામાં આવતી હતી રેકી
સમગ્ર ગુજરાતમાં ખાણ અને ખનીજ વિભાગનું જાસૂસી કૌભાંડમાં મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. જેમાં અધિકારીઓના લોકેશનને ટ્રેક કરવામાં આવી રહ્યા હતા. ત્યારે હવે આ માહિતી એકબીજાને શેર કરવા માટે વોટ્સએપ પર ગ્રુપ બનાવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે.
આ મામલે મહેસાણામાં ખનીજ માફિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેની સાથે જ દિનેશભાઇ નેતાજી વણઝારા સંજય રમેશભાઈ વણઝારા બે ઈસમો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં બંને ઈસમો વોટ્સઅપ ગ્રુપ ચલાવી લોકેશન શેર કરતા હતા. એટલું જ નહીં મહેસાણાના ભૂસ્તર અધિકારએ આખા રાજ્યના અધિકારીઓનું જાસૂસી કૌભાંડ પકડી પાડ્યું છે.
તેમજ એસ પી રિંગ રોડ નામના વોટ્સએપ ગ્રુપમાં જાસૂસી થતી હતી. આ જાસૂસી કાંડના તાર સમગ્ર ગુજરાતના અધિકારીઓની સાથે જોડાયેલા હોવાની વિગતો સામે આવી રહી છે. જેમાં ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓની રેકી કરવામાં આવતી હતી. તપાસ દરમિયાન પોલીસને 2 જીબી ડેટા સુપરત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં વિભાગના કર્મચારીઓ ક્યાં ક્યાં છાપેમારી કરવા જાય છે તેની જાણકારી ખનીજની ચોરી કરનારાઓ સુધી પહોંચાડવાની કામગીરી આ ગ્રુપમાં કરવામાં આવતી હતી. આ મામલે સોશલ મીડિયાના દૂરપયોગથી ઉભા કરાયેલા નેટવર્કના કારણે પ્રમાણિક અધિકારીઓની ફરજમાં રૂકાવટ તેમજ અડચણ ઉભી કરી ખનીજચોરી જેવા ગેરકાયદેસર કામ કરવાનો પ્રયાસ થતો હતો.
વિભાગના અધિકારીઓએ આજ મુદ્દે વ્હોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ અને પેનડ્રાઈવ સાથેના પુરાવા મોકલી ગેરકાયદે પ્રવૃતિમાં સંડોવાયેલા તમામ ગ્રુપના એડમીન અને સભ્યો વિરૂદ્ધ તપાસની માગ પણ કરી છે. જેની સાથે જ રાજ્યમાં 4 મોટા ગ્રુપમાં રેકી થાય છે તેવી પણ માહિતી સામે આવી છે.


