- પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા
- ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી
- NSMC અનુસાર ભૂકંપનુ કેન્દ્ર કરાચીના કૈદાબાદ નજીક હતું
શુક્રવારે સવારે લગભગ 5.30 વાગ્યે પાકિસ્તાનના ઈસ્લામાબાદ, રાવલપિંડી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી છે. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટર ઈસ્લામાબાદ અનુસાર, તેની ઊંડાઈ 15 કિમી નોંધવામાં આવી હતી, જેનું કેન્દ્ર કરાચીના કૈદાબાદ નજીક હતું.
લોકો ઘરોની બહાર દોડી આવ્યા
ભૂકંપના ડરથી લોકો કલમા-એ-તૈયબાનો પાઠ કરતા ઘરોમાંથી બહાર આવી ગયા હતા. જો કે, હજુ સુધી ભૂકંપના કારણે ઈસ્લામાબાદ અથવા રાવલપિંડીના કોઈપણ ભાગમાં જાનહાનિ અથવા સંપત્તિના નુકસાનના કોઈ અહેવાલ નથી.
ગયા મહિને 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
ગયા મહિને ગિલગિટમાં રિક્ટર સ્કેલ પર 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સિસ્મિક મોનિટરિંગ સેન્ટર (NSMC)એ ગિલગિટ અને આસપાસના વિસ્તારોમાં આંચકાની પુષ્ટિ કરી છે, જેમાં કોઈ જાનહાની અથવા મિલકતને નુકસાન થયું નથી. NSMC ઈસ્લામાબાદે અગાઉની ઘટના માટે 45 કિલોમીટરની ભૂકંપની ઊંડાઈ અને ઉત્તર પશ્ચિમમાં 84 કિલોમીટરનું કેન્દ્રબિંદુ નોંધ્યું હતું. ઓક્ટોબરમાં, સિંધ પ્રાંતની રાજધાની કરાચીના વિવિધ વિસ્તારોને રિક્ટર સ્કેલ પર 3.1 ની તીવ્રતા સાથે હળવા ભૂકંપની અસર થઈ હતી.


