- GAS કેડરના 110 અધિકારીઓની બદલી
- સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બદલીના આદેશ
- ત્રણ IAS અધિકારીઓની બદલીના આદેશ
રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં મોટા બદલીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વહીવટી સેવા પસંદગી સ્કેલના આધારે 110 અધિકારીઓની બદલી અને નિમણૂક કરવામાં આવી છે. તેમજ રાજ્યના ત્રણ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યો છે.
હાલમાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા GAS કેડરના વહીવટી સેવા પસંદગી/વરિષ્ઠ સ્કેલના આધારે 110 અધિકારીઓની બદલી અને નિમણૂક કરવામાં આવી છે. સી પી પટેલની નિમણૂકની રેન્સીડેન્ટ એડિશનલ કલેક્ટર બનાસકાંઠા તરીકે કરાઈ છે.

જ્યારે બી બી ચૌધરીની નિમણૂકની રેન્સીડેન્ટ એડિશનલ ક્લેક્ટર ડાંગ ખાતે કરાઈ છે. જે કે જેગોડા, ફૂડ કંટ્રોલર, અમદાવાદની બદલી રેન્સીડેન્ટ એડિશનલ કલેક્ટર મોડાસા ખાતે કરાઈ છે. જેની સાથે જ અન્ય અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે.

જેમાં GSEM ના મિશન ડાયરેકટર વિદેહ ખરેને સુરત DYMC બનાવાયા છે. રમતગમત વિભાગના જોઈન્ટ સેંક્રેટરી કે એસ વસાવા ને દક્ષિણ ગુજરાત વીજ કંપની ના MD તરીકે બદલી કરવામાં આવ્યા છે. તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપની ના MD યોગેશ ચૌધરીની સુરત મા SUDAમા મુકાયા છે.







