- રાજકીય લાભ માટે દાન જાહેર કરી રકમ જમા નથી કરાવતા : આર. પી. પટેલ
- દાન આપનારનો હાથ હંમેશા ઉપર હોય છે અને લેનારનો નીચે : બાબુ જમના પટેલ
- અંદાજિત 1 હજારથી વધુ મા ઉમિયાના ભક્તો પધાર્યા હતા
વિશ્વ ઉમિયાધામ મંદિર પરિષદમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ તેમજ વિદેશોમાંથી સંસ્થાના દાતાઓ અને ટ્રસ્ટીઓનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં અંદાજિત 1 હજારથી વધુ મા ઉમિયાના ભક્તો પધાર્યા હતા. આ સ્નેહમિલન કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર પી પટેલે દાતાઓને માર્મિક ટકોર કરતો કહ્યું હતું રાજકીય લાભ ખાટવા માટે દાનની જાહેરાત કરનાર દાતાઓએ સમાજની કોઈપણ સંસ્થાઓમાં સમયસર પોતાની દાનની રકમ ચૂકવી દેવી જોઈએ જેને લઇ ઊંઝા ઉમિયા માતા સંસ્થાના પ્રમુખ બાબુ જમના પટેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ પર વળતો પ્રહાર કરતો તેમણે કહ્યું હતું કે હંમેશા દાન આપનાર નો હાથ ઉપર હોય છે અને દાન લેનાર નોહાથ નીચે હોય છે. દાન લેનાર નો હાથ ચોખ્ખો છે કે નહીં તે હંમેશા દાતા જોતા હોય છે. જો હાથ ખરડાયેલો હોય તો દાતા બ્રેક મારે છે કારણ કે એને ખબર છે કે મારા પૈસા ગેરવાજબી ના વપરાય, આડાઅવળા ન વપરાય, દાન દેનાર દાન દેશે પણ તેનો સદુપયોગ થવો જોઈએ. આમ, બંને સંસ્થાના પ્રમુખો વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે.


