- 25મી ડિસેમ્બરે નાતાલનો તહેવારને લઇ તૈયારીઓ પૂરજોશમાં
- અમેરિકન સ્પેસ એજન્સી NASAએ આકર્ષક તરસવીર કરી શેર
- અંતરિક્ષમાં તારા મંડળથી ભરેલી ‘ક્રિસમસ ટ્રી’નો નજારો અદ્ભૂત
નાતાલનો તહેવાર નજીક છે. આ તહેવાર આજથી માત્ર 5 દિવસ પછી 25મી ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવનાર છે. આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ તહેવાર ભારત સહિત સમગ્ર વિશ્વમાં ખૂબ જ ખાસ રીતે ઉજવવામાં આવે છે. ખાસ કરીને ખ્રિસ્તી સમુદાયના લોકો આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે અને સુખ-દુ:ખ એક બીજાને વહેંચે છે. તેવામાં અમેરિકન સ્પેસ એજન્સી NASAએ અવકાશમાં લેવામાં આવેલા ક્રિસમસ ટ્રીની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહી છે.
નાસા દ્વારા શેર કરવામાં આવેલી તસવીર અવકાશમાં રહેલા તારા મંડળ અને ગેસથી બનેલી છે. તે એકદમ રંગબેરંગીન ક્રિસમસ ટ્રી જેવું લાગે છે. ક્રિસમસ ટ્રીની આ આકર્ષક તરસવીર લોકો શેર કરી રહ્યા છે. આ તસવીર એટલી સુંદર લાગે છે કે તે કોઈપણને મંત્રમુગ્ધ કરી દેશે.
અંતરિક્ષમાં ‘ક્રિસમસ ટ્રી’ અંગે NASAએ શું કહ્યું?
અંતરિક્ષમાં ‘ક્રિસમસ ટ્રી’ની તસવીરની સાથે નાસાએ લખ્યું છે કે તે બ્રહ્માંડ જેવો દેખાવા લાગ્યો છે. અમારી ચંદ્ર વેધશાળાએ તાજેતરમાં વાદળી અને સફેદ લાઇટો જોયા જે “ક્રિસમસ ટ્રી ક્લસ્ટર” જેવું લાગે છે. તે પૃથ્વીથી લગભગ 2,500 પ્રકાશવર્ષ દૂર તારાઓ અને વાયુઓનો સમૂહ છે.
નાતાલના દિવસે ક્રિસમસ ટ્રીનું વિશેષ મહત્વ
નાતાલના દિવસે ક્રિસમસ ટ્રીનું વિશેષ મહત્વ છે. તેને અલગ અલગ રીતે શણગારવામાં આવે છે. લોકો પોતાના ઘરે ક્રિસમસ ટ્રી લાવે છે અને તેને અલગ રીતે બતાવવાનો પ્રયાસ કરે છે. ક્રિસમસ ડેની ઉજવણી ક્રિસમસ ટ્રી સાથે વધુ સારી બને છે. નાતાલના દિવસે લોકો પ્રાર્થના કરવા અને મીણબત્તીઓ પ્રગટાવવા માટે ચર્ચમાં જાય છે. ચર્ચો ઈસુ ખ્રિસ્ત વિશે જણાવે છે. ક્રિસમસ માટે બજારો પહેલેથી જ સજાવવામાં આવી રહી છે.


