- તાઈવાન સરહદમાં ઘૂસીને ચીને બતાવી અવળચંડાઇ
- ફરી તાઇવાન અને ચીન વચ્ચે તણાવ વધવા લાગ્યો
- ચીનની વાયુસેનાના J-10,J-11 ફાઇટર વિમાનો કરી ઘૂસણખોરી
ચીન હમેશા ભૂ-વિસ્તાર વધારવા અને ઘૂસણખોરી કરવી જેવી બાબતમાં આતંરરાષ્ટ્રીય નીતિ નીયમ નેવે મુકીને મનમાની કરતો સૌ કોઇ જાણે છે. તેવામાં હવે તાઈવાન સરહદમાં ઘૂસીને ચીન ડરાવાનો પ્રયાસ કરી રહ્યું છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે, ચીનની વાયુસેનાના J-10 તેમજ J-11 ફાઇટર વિમાનોએ તાઈવાનના સરહદમાં પ્રવેશ કર્યો હતો.
મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી ચીનના વિમાનો અને સર્વેલન્સ કરતા દરિયાઈ જહાજો તાઈવાનની સીમામાં ઘૂસી રહ્યા છે અને આ વખતે એક સાથે 8 લડાકુ વિમાનો તાઈવાનની હવાઈ સરહદમાં પ્રવેશ્યા હોવાથી તાઈવાનની સેના એલર્ટ થઈ ગઈ હતી. આ પહેલા એપ્રિલમાં પણ ચીનના ફાઈટર જેટસ તાઈવાનની સીમામાં પ્રવેશ્યા હતા. બીજી તરફ તાઈવાનના સંરક્ષણ મંત્રાલયનો એવો પણ દાવો છે કે, ચીનનો એક બલૂને પણ તાઈવાનની હવાઈ સીમામાં ઘૂસણખોરી કરી હતી અને તે તાઈવાનના દરિયા કિનારે આવેલા શહેર કિલુંગ સુધી પહોંચી ગયો હતો.
આવો જ એક ગુબ્બારો થોડા સમય પહેલા અમેરિકામાં પણ જોવા મળ્યો હતો અને આ ગુબ્બારોનો ઉપયોગ જાસૂસી માટે થઈ રહ્યો હોવાનો દાવો કરીને અમેરિકાની વાયુસેનાના બે વિમાનોએ આ ગુબ્બારાને તોડી પાડ્યો હતો. તાઈવાનમાં આગામી એપ્રિલ મહિનામાં ચૂંટણીઓ યોજાવાની છે અને તેમાં અમેરિકા અને ચીન બંને રસ લઈ રહ્યા હોવાથી આખી દુનિયાનુ પણ આ ચૂંટણી મુકાબલા તરફ ધ્યાન ખેંચાશે તે નક્કી છે. હમેશા ચીન અન્ય દેશોમાં ઘૂસણખોરી કરીને સાબિત શું કરવા માગે છે તે તો સમય જ બતાવશે.


