- સ્વામિનારાયણ સંપ્રદાય એવો સંપ્રદાય છેકે, કોઇપણ ધર્મનું ખંડન મંડન કર્યા સિવાય ભાષ્યો લખ્યા છે
- પુ. અક્ષરવત્સલદાસ સ્વામીએ જણાવ્યુ હતુ કે, ભગવાનમાં દૃઢ શ્રાધ્ધા હોવી જોઇએ
- આદિ અનાદિથી જેનું ગંગાના પ્રવાહની જેમ વહન થઇ રહ્યુ છે તેનુ નામ સનાતન ધર્મ
સનાતન ધર્ના જે પાયાના સિધ્ધાંતો છે તેને સ્વામિનારાયણ સંપ્રદાય સ્વિકારે છે. સ્વામિનારાયણ સંપ્રદાય બધા આગમ-નિગમમાં માને છે. બધા દેવી દેવતાઓને માન આપે અને સ્થાન આપે છે. આ શબ્દો છે. આ શબ્દો છે, BAPS સ્વામિનારાયણ મંદિર શાહિબાગના પુ. અક્ષરવત્સલદાસ સ્વામીના. તેઓ આજે ગાંધીનગર અક્ષરધામમાં હરિમંદિર ખાતે આર્ષ પ્રવચનમાળા અંતર્ગત સનાતન ધર્મની જ્યોત હૈયે જગાવીએ વિષય પર યોજાયેલા પ્રવચન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે તેઓએ સનાતન ધર્મ અને સનાતન ધર્મમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિષે પ્રમુખ સ્વામી મહારાજનું એક વાક્ય ટાંકતા ઉમેર્યુ હતુ કે, પરસ્પર પ્રિતિ પ્રસરાવે તે ધર્મ, તેઓએ જણાવ્યુ હતુકે, સનાતન ધર્મની પરંપરામાં ઘણા વિદ્વાન આચાર્યોએ જે ભાષ્યો લખ્યા છે તેમાં દરેકે એક બીજા સંપ્રદાયનું ખંડન કરી પોતાના ધર્મનું મંડન કર્યુ છે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાય એવો સંપ્રદાય છેકે, કોઇપણ ધર્મનું ખંડન મંડન કર્યા સિવાય ભાષ્યો લખ્યા છે. તેમાં સનાતન ધર્મની જ્યોત દેખાય છે.
સનાતન ધર્મ અંગે વાત કરતા પુ. અક્ષરવત્સલદાસ સ્વામીએ જણાવ્યુ હતુ કે, ભગવાનમાં દૃઢ શ્રાધ્ધા હોવી જોઇએ.શ્રાધ્ધા સનાતન ધર્મનું મુખ્ય તત્વ છે. સનાતન ધર્મનું નામ કેવી રીતે પડયુ તે સંદર્ભે વાત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, જેનો કોઇ સ્થાપક નથી, કોઇ એક ઇષ્ટદેવ નથી, જેનો જન્મ નથી, મૃત્યુ નથી, કોઇ તારિખ , તિથી કે વર્ષ નથી પરંતુ આદિ અનાદિથી જેનું ગંગાના પ્રવાહની જેમ વહન થઇ રહ્યુ છે તેનુ નામ સનાતન ધર્મ. સનાતન ધર્મને વ્યાખ્યામાં બાંધવો અશક્ય છે. તેમ છતા તેને જીવન જીવવાનો એક માર્ગ કહી શકાય. ઘણા વિદેશી આક્રમણકારોએ આક્રમણ કરીને પોતાની ધાર્મિક માન્યતાઓ સ્થાપવાનો પ્રયાસ કર્યો છતા સનાતન ધર્મ જીવીત છે. ગ્રીક રોમ વગેરે ધર્મોની કોઇ પુજા પધ્ધતિ આજે અસ્તિત્વમાં નથી પરંતુ સનાતન ધર્મની પુજા પધ્ધતિ હયાત છે.


