- ફ્રાન્સમાં લોકો છોડી રહ્યા છે દારૂ
- કોરોના મહામારી બાદ દારૂ પીવાનું વ્યસન ઓછું થયું
- માત્ર 11 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ દરરોજ દારૂ પીવે છે
ફ્રાન્સમાં લોકો હવે દારૂ પીવાનું છોડી રહ્યા છે. દરરોજ દારૂ પીનારા લોકોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. હવે દરરોજ દસમાંથી એક કે બે જ લોકો દારૂનું સેવન કરે છે. 2015 અને 2022 વચ્ચે દારૂના સેવનને આવરી લેતા એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે માત્ર 11 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ દરરોજ દારૂ પીવે છે.
દર 5 વર્ષે સર્વે કરવામાં આવે છે
દારૂના સેવન અંગેનો આ સર્વે દર પાંચ વર્ષે કરવામાં આવે છે. કોરોના મહામારીને કારણે લોકોમાં દારૂ પીવાનું વ્યસન નોંધપાત્ર રીતે ઘટી ગયું છે. રિપોર્ટ અનુસાર, લોકો આલ્કોહોલનું સેવન કરે છે પરંતુ પહેલાની જેમ દર વખતે નહીં પરંતુ ક્યારેક ક્યારેક. ડેટા દર્શાવે છે કે ફ્રાન્સના યુવાનો વધુને વધુ દારૂથી દૂર જઈ રહ્યા છે.
આ સર્વે 3,513 લોકો વચ્ચે કરવામાં આવ્યો હતો
સર્વે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જનરેશન ગેપમાં વધારો થવાને કારણે યુવાનો દારૂ છોડી રહ્યા છે. હકીકતમાં પ્રસંગોપાત દારૂ પીનારા મોટાભાગના લોકો યુવાન છે. પરંતુ હવે આ યુવાનો દારૂથી પોતાનું અંતર વધારી રહ્યા છે લગભગ 37 ટકા ફ્રેન્ચ લોકો કાં તો દારૂ પીતા નથી અથવા તો માત્ર ખાસ પ્રસંગોએ જ દારૂ પીતા હોય છે. આની તુલના 19 ટકા લોકો સાથે કરવામાં આવી છે જેમણે કહ્યું હતું કે તેઓ ક્યારેય દારૂ પીતા નથી. આ સંખ્યા 2015ની સરખામણીમાં 15 ટકાથી વધુ છે. ઇપ્સોસ દ્વારા 2022 ના ઉનાળામાં 3,513 લોકો વચ્ચે સર્વે કરવામાં આવ્યો હતો.
લોકો દારૂથી દૂર થયા
નેશનલ કમિટી ઓફ વાઈન પ્રોફેશન્સ કહે છે કે 2015માં કરાયેલા અભ્યાસની સરખામણીએ રિપોર્ટમાં વાઈન પીનારાઓમાં પાંચ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ પ્રકારનો સર્વે 1980માં પ્રથમ વખત હાથ ધરવામાં આવ્યો હતો તે સમયે લગભગ અડધા ફ્રાંસ દરરોજ દારૂ પીતા હતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેમાં ભારે ઘટાડો થયો છે.


