- PM સ્વનિધી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો
- રોજનું કમાઈને રોજ ખાતા લોકો માટે PM સ્વનીધિ યોજના
- 2024થી 2029 સુધી વિનામૂલ્યે અનાજની વ્યવસ્થા: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. જેમાં PM સ્વનિધી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો છે. ત્યારે અમિત શાહે જણાવ્યું છે કે લાભાર્થીઓને મળી ખૂબ આનંદ થયો છે. કોરોના આવ્યો ત્યારે ભારતનું શું થશે તેની ચિંતા હતી. કોરોનાની રસી પહોંચાડવાની જવાબદારી PMએ લીધી હતી. નરેન્દ્રભાઈ 2024માં ચૂંટાવાના જ છે. રોજનું કમાઈને રોજ ખાતા લોકો માટે PM સ્વનીધિ યોજના છે.
લોકોને લોન આપીને આર્થિક મદદ કરી
લોકોને લોન આપીને આર્થિક મદદ કરી છે. બેંકમાં લોન લેવા જઈએ ત્યારે આપણી પાસે ગેરેન્ટર માંગે છે. તેમજ ગેરેન્ટર માંગે તો તમારે કહેવાનું નરેન્દ્રભાઈ અમારા ગેરેન્ટર છે. ભવિષ્યમાં બેન્કવાળા ઘરે આવીને લોન આપશે. 2024થી 2029 સુધી વિનામૂલ્યે અનાજની વ્યવસ્થા છે. મે બેંકમાં પૂછ્યું લોન આપી એનું સ્ટેટ્સ શું. મને ડેટા મળ્યો તે જાણીને ખૂબ આનંદ થયો છે. દરેક વ્યક્તિ પૈસા ભરે છે જે જાણીને મને આનંદ થયો છે.
1 કરોડ અરજીમાંથી 96 લાખ લોકોને લોન મળી ગઈ
સ્વનિધીથી સ્વાભિમાન સુધી લોકોને પહોંચાડ્યા છે. 1 કરોડ અરજીમાંથી 96 લાખ લોકોને લોન મળી ગઈ છે. 45 ટકા જેટલી મહિલોએ લોન માટે અરજી કરી છે. 40 લાખથી વધુ લારી ગલ્લા વાળા ડિજિટલ તરફ વળ્યા છે. વન નેશન વન કાર્ડથી અહીંયા રાશન મળે છે. અહીંયા કેટલા લોકો યુપીથી આવ્યા છે. અહીંયા પણ લોકોને અનાજ મળે છે. ગાંધીનગર લોકસભામાં 5.80 લાખ લોકોને યોજનાનો લાભ મળ્યો છે. તેમજ લગભગ 3 કરોડ લોકોને ઘર મળ્યા છે.


