- બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહ WFIના નવા અધ્યક્ષ
- સાક્ષી મલિકના આરોપો બાદ બાદ નવા અધ્યક્ષ સાંજે સિંહે આપ્યું નિવેદન
- “જે એથલીટ છે પ્રેક્ટિસ કરે, જેમને રાજકારણમાં આવવું હોય તે તેમ કરે”
WFIમાં બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહની જીત બાદ વિરોધનો સિલસિલો ચાલી રહ્યો છે. મહિલા રેસલર સાક્ષી મલિકના કુસ્તી છોડવાના નિર્ણય બાદ કુસ્તીબાજ બજરંગ પુનિયાએ શુક્રવારે મેડલ પરત કરવાની જાહેરાત કરી હતી. હવે વધુ ખેલાડીઓ આ બાબતમાં સામેલ થવા લાગ્યા છે, જ્યારે કેટલાક ભૂતપૂર્વ કુસ્તીબાજોને તેમની કારકિર્દી પર ધ્યાન આપવાનું કહ્યું છે. દરમિયાન WFIના નવા ચૂંટાયેલા પ્રમુખ સંજય સિંહે પણ વાત કરી છે. તેણે કહ્યું, જો હું બ્રિજ ભૂષણ શરણ સિંહની નજીક છું તો શું તે ગુનો છે?
જેઓ એથ્લેટ છે તેઓ તૈયારીમાં વ્યસ્ત છેઃ સંજય સિંહ
રેસલર સાક્ષી મલિકના કુસ્તી છોડવા પર WFIના નવા ચૂંટાયેલા પ્રમુખ સંજય સિંહે કહ્યું છે કે, “જે એથ્લેટ છે તેઓએ તૈયારી શરૂ કરી દે અને જેઓ રાજકારણમાં આવવા માંગે છે તેઓ તેમ કરી શકે છે. આ તેમની અંગત બાબત છે, હું તે અંગે કઈજ નહિ કહું.” હું 12 વર્ષથી ફેડરેશનમાં છું. હું સાંસદ બ્રિજ ભૂષણ સિંહની નજીક છું એનો અર્થ એ નથી કે હું ડમી ઉમેદવાર છું. જો હું તેમની નજીક હોઉં તો શું તે ગુનો છે?…”


