- બે BRTS બસ વચ્ચેના અકસ્માતમાં 8 બાઈક અડફેટે
- કતારગામ પોલીસે બંને બસચાલકોની અટકાયત કરી
- જવાબદાર ચાલક સામે સદોષ માનવવધનો ગુનો નોંધાશે
સુરતમાં ફરી એકવખત BRTSએ કહેર વર્તાવ્યો છે. જેમાં કતારગામના ગજેરા સર્કલ પાસે અકસ્માતમાં 1નું મોત થયુ છે. બે BRTS બસ વચ્ચેના અકસ્માતમાં 8 બાઈક અડફેટે લીધા હતા. કતારગામ પોલીસે બંને બસચાલકોની અટકાયત કરી છે.
જવાબદાર ચાલક સામે સદોષ માનવવધનો ગુનો નોંધાશે
જવાબદાર ચાલક સામે સદોષ માનવવધનો ગુનો નોંધાશે. જેમાં BRTS બસે રીક્ષાને બચાવવા બ્રેક મારતા બીજી બસ ટકરાઈ હતી. અકસ્માતમાં લોકોનું ઘટનાસ્થળે મોત થયાની આશંકા છે. BRTS બસે 8 બાઈક અ઼઼ડફેટે લીધા હતા. જેમાં ઘાયલોને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા છે. સુરત શહેર છેલ્લા કેટલાંક સમયથી ક્રાઇમની સાથે સાથે અકસ્માતોનું શહેર પણ બનતું જઈ રહ્યું છે. આ જ પ્રકરણમાં BRTS બસ દ્વારા અકસ્માતનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બેફામ BRTS ચાલકે એક બે નહીં પરંતુ આઠ બાઇકોને અડફેટે લીધી છે.
ઘાયલોને સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
મળતી માહિતી મુજબ, સુરતમાં BRTS બસે અકસ્માત સર્જ્યાની વધુ એક ઘટના સામે આવી છે. ઘટના સુરતના કતાર ગામની છે. કતારગામના ગજેરા સર્કલ પાસે BRTS બસ દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે. જેમાં એક ગંભીર રીતે ઘાયલ છે. બેફામ BRTS બસ ચાલકે 8 બાઈકચાલકોને અડફેટે લીધા હતા. જેમાં 1નું મોત થયુ જ્યારે અન્ય 9 ઘાયલ થયા છે. ઘાયલોને સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


