- ચીનના ઉત્તર-પૂર્વ ભાગમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ
- ભૂકંપને કારણે ચીનના ગાનસુમાં ભારે તબાહી સર્જાઈ
- પ્રભાવિત વિસ્તારોમાં રહેતા લોકોને સહાયની કરી જાહેરાત
ચીનના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં 18 ડિસેમ્બરના રોજ 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં 149 લોકોના જીવ ગયા છે. આ ભૂકંપ જમીનના અંદરના ભાગથી 10 કિલોમીટર નીચે હતું. જેના કારણે ચીનના ગાનસુ પ્રાંતના જીશિશાન કાઉન્ટી, મિન્હે કાઉન્ટી સહિતના વિસ્તારોમાં ભારે નુકસાન જોવા મળ્યુ હતું.
ચીનમાં અવાર નવાર ભૂકંપનાઆચકા અનુભવાયા હતા. અગાઉ 2014માં ચીનના યુનાન પ્રાંતમાં ભૂકંપ આવ્યો હતો, જેમાં 617 લોકોના મોત થયા હતા. પરંતુ છેલ્લા નવ વર્ષમાં સૌથી ભયંકર ભૂકંપ ગાનસુમાં આવ્યો છે. ચીનના ઉત્તર-પૂર્વમાં 18 ડિસેમ્બરના રોજ 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે ચીનમાં ભારે તબાહી સર્જાઈ હતી.
આ ભૂકંપમાં 149 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા
ભૂકંપ જમીનથી 10 કિલોમીટર નીચે હોવાના કારણે ચીનના ગાનસુ રાજ્યમાં 117 લોકોના મોત, 781 થી વધુ ઘાયલ જ્યારે કિંઘાઈ રાજ્યમાં 32 લોકોએ જીવ ગુમાવ્યા અને 200 લોકો ઘાયલ થયા છે. આ સાથે હજી પણ અનેક લોકો લાપતા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઇજાગ્રસ્તોમાં 17 લોકોની હાલત હજુ પણ ગંભીર છે. જોકે મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતા જણાઇ રહી છે.
ચીનના વડાપ્રધાન લી કિઆંગે શનિવારના રોજ ભૂકંપથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને ચીન સરકાર તરફથી રાહત સામગ્રી અપવામાં આવી રહી છે. ચીનમાં કાતીલ શિયાળાની ઋતુ ચાલી રહી છે. આ ઠંડી ભર્યા વાતાવરણમાં સરકાર તરફથી ગરમ કપડા અને રહેવા માટે ટેન્ટ અથવા મકાનો ફાળવવામાં આવ્યા છે.


