- રશિયાએ ખેરસન અને હોર્લિવકામાં કરી અંધાધૂધ ફાયરિંગ
- રશિયન હુમલામાં 6 નાગરિકો માર્યા ગયા હતા.
- યુક્રેનના ખેરસન વિસ્તારમાં 5 નાગરિકો મોતને ભેટ્યા
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 2 વર્ષથી વધુ સમય થવા છતા યુદ્ધવિરામનો ક્યારે અંત આવશે તે જાણી શકાયું નથી. જોકે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનમાં 6 નાગરિકોના મોત થયા છે. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણ યુક્રેનના ખેરસન ક્ષેત્રમાં 5 નાગરિકો માર્યા ગયા હતા, જ્યારે પૂર્વી શહેર હોર્લિવકામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
રશિયાએ યુક્રેન પર બોમ્બમારો કર્યો
ન્યૂઝ એજન્સી રોયટર્સે યુક્રેનના અધિકારીઓને ટાંકીને જણાવ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન રશિયાએ ખેરસન અને હોર્લિવકામાં ભારે ગોળીબાર કર્યો. આ હુમલામાં ખેરસનમાં એક મકાન અને એક મકાનને નુકસાન થયું હતું, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા.
ડ્રોન હુમલામાં મહિલાએ જીવ ગુમાવ્યો
ખેરસનની દક્ષિણે, ડ્રોન હુમલામાં એક મહિલાનું મોત થયું હતું અને ભારે ગોળીબારમાં આવી જતાં અન્ય એક મહિલાનું મૃત્યુ થયું હતું, પોલીસે જણાવ્યું હતું. ખેરસન પ્રાદેશિક સૈન્ય વહીવટીતંત્રના પ્રેસ ઓફિસના વડા ઓલેકસેન્ડરે જણાવ્યું હતું કે હુમલાને કારણે ગેસ અને પાણી પુરવઠામાં આંશિક વિક્ષેપ પડ્યો હતો. તેમણે કહ્યું કે આ હુમલાથી ઈમારતોને પણ ભારે નુકસાન થયું છે.


