- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ
- પ્રથમ મેચ 26 ડીસેમ્બરે સેંચુરિયન મેદાન પર રમાશે
- વિરાટ કોહલીના સાઉથ આફ્રિકા સામે શાનદાર આંકડા
હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. જ્યા ત્રણેય ફોર્મેટમાં સિરીઝ રમવાની છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની T20 સિરીઝ 1-1થી બરાબર રહી હતી. જ્યારે ભારતે વનડે સિરીઝ 2-1થી કબજે કરી છે. હવે ભારતીય ટીમ 2 મેચની ટેસ્ટ સિરીઝ રમશે. સાઉથ આફ્રિકાની સામે ટીમ ઇન્ડિયાની પહેલી ટેસ્ટ મેચ 26 ડીસેમ્બરના રોજ રમાશે. આ મેચ સાઉથ આફ્રિકાના સેંચુરિયન મેદાન પર રમાશે. વિરાટ કોહલીના અગાઉના પ્રદર્શનને જોઈને સાઉથ આફ્રિકાની ટીમમાં ડરનો માહોલ છે.
વિરાટનો સાઉથ આફ્રિકા સામે પ્રદર્શન
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે. સમ્રગ દુનિયામાં બેટ્સમેનોને સાઉથ આફ્રિકામા તેના જ ફાસ્ટ બોલરો સામે રમવામાં મુશ્કેલી અનુભવે છે. જ્યારે ભારતીય બેટર વિરાટ કોહલી સાઉથ આફ્રિકાના બોલરોને હંફાવી નાખે છે. વિરાટ કોહલીના રેકોર્ડ અને હાલનું ફોર્મ જોઈને કપ્તાનની મૂઝવણ વઘી રહી છે. વિરાટ કોહલીનો સાઉથ આફ્રિકામાં રેકોર્ડ ખૂબ જ સારો છે.
વિરાટ પર આફ્રિકન બોલરોની નજર
વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામે કુલ 14 ટેસ્ટ મેચો રમી છે. જેમાથી 7 મેચો 51.35 સરેરાશથી કુલ 719 રન સાઉથ આફ્રિકાની ઘરતીમાં બનાવ્યા હતા. વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામે કુલ 3 સદી અને 4 ફિફ્ટી ફટકારી છે. જેમાં 2 સદી સાઉથ આફ્રિકાની ઘરતી પર ફટકારી હતી. વિરાટ કોહલી સાઉથ આફ્રિકામાં પ્રથમ મેચ 2013માં જોહિનબર્ગમાં રમ્યો હતો. કોહલીએ પ્રથમ મેચમાં શાનદાર બેટિંગ કરતા 119 રનની ઈનિંગ રમી હતી. જ્યારે 2018માં સેંચુરિયન મેદાન ખાતે 153 રનની ઈનિંગ રમી હતી. જ્યારે ભારતના બાકીના બેટ્સમેન કઈ ખાસ કરી શક્યા ન હતા.
સાઉથ બોલરો સામે કોહલીના રન
- વિરાટ કોહલી વિ કગીસો રબાડા – 214 રન
- વિરાટ કોહલી વિ કેશવ મહારાજ – 174 રન
- વિરાટ કોહલી વિ લુંગી એનગિડી – 66 રન
- વિરાટ કોહલી વિ ઓનરિક નોર્કિયા – 44 રન
- વિરાટ કોહલી વિ માર્કો યાનસેન – 43 રન
- વિરાટ કોહલી વિ ડીન એલ્ગર – 32 રન
- વિરાટ કોહલી વિ વિયાન મુલ્ડર – 8 રન
- વિરાટ કોહલી વિ એડન માર્કરમ – 1 રન
વિરાટ કોહલીને આ વખતે સાઉથ આફ્રિકા સામે કેવી બેટિંગ કરશે તે જોવાનું રહશે. વિરાટ કોહલીને લુંગી એનગિડી અને કેશવ મહારાજ જેવા આફ્રિકી બોલરોનો સામનો કરવો પડશે. પરંતુ વિરાટ કોહલી અત્યોરે ફુલ ફોર્મમાં જોવા મળી રહ્યા છે.


