- ખેડૂતોને ડુંગળીના ભાવના કિલોના માત્ર 5 રૂપિયા મળ્યા
- 20 કિલો ડુંગળીના ભાવ 100 થી 380 રૂપિયા બોલાયા
- ભાવ ઘટવાનું મુખ્ય કારણ નિકાસબંધી
ભાવનગર જિલ્લામાં ડુંગળીના ભાવમાં જોવા મળ્યો સત્તત ઘટાડો છે. માર્કેટિંગ યાર્ડ માં ખેડૂતો ને ડુંગળીના ભાવ 1 કિલો ના માત્ર 5 રૂપિયા જ મળી રહ્યા છે. ડુંગળી ના ભાવો 100 રૂપિયા થી 380 રૂપિયા સુધી ના જોવા મળ્યા છે. ખેડૂતોએ મહામહેનતએ વાવેલી ડુંગળી હવે ખેડૂતો ને રડાવી રહી છે.
યાર્ડમાં ડુંગળીની 1.50 લાખ કટ્ટાની આવક નોંધાઈ હતી. યાર્ડમાં ડુંગળીની આવક થાય તે પહેલા યાર્ડ બહાર બંને બાજુ વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી કતારો જોવા મળી હતી. ડુંગળીની નિકાસબંધી અને આવક વધુ થતા હરાજીમાં ડુંગળીના ભાવમાં કડાકો બોલી જવા પામ્યો છે. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવમાં રૂપિયા 200નો ઘટાડો જોવા મળ્યો છે.
આ સાથે જ ડુંગળીના ભાવમાં મોટો ઘટાડો ખેડૂતો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. તેમજ ભાવ ગગડવાનું મુખ્ય કારણ નિકાસબંધી અને સરકારની જો હુકમી મનાઈ રહી છે. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 100/- થી લઈને 300/- સુધીના બોલાયા છે.
શું છે માર્કેટિંગ યાર્ડની સ્થિતિ
કેટલાક દિવસો પહેલા નિકાસબંધીને કારણે ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોના વિરોધ વચ્ચે ડુંગળીની હરાજી ચાલુ કરવામાં આવી હતી. બહારના રાજ્યોથી આવેલા વેપારીઓએ ડુંગળીની ખરીદી શરૂ કરી હતી. માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું કે, હાલમાં ખેડૂતોને એક મણ ડુંગળીના રૂ. 100થી 300 સુધીના ભાવ મળી રહ્યા છે. ડુંગળી પકવવાના ખર્ચના અનુપાતમાં આ ભાવ ઓછા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. કારણ કે ડુંગળી પકવવાનો ખર્ચ સતત વધી રહ્યો છે. ખેડૂતોને એકમાં ડુંગળીનો ભાવ રૂ. 300થી વધુ જ મળવો જોઈએ.


