- લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ એક્ટિવ
- પ.બંગાળમાં અમિત શાહે સંભાળી કમાન
- નવી કોર કમિટી અને ચૂંટણી સમિતિની કરી રચના
પશ્ચિમ બંગાળમાં ભાજપે સંગઠનમાં મોટા ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે 2022માં રચાયેલી 24 સભ્યોની કોર કમિટીને નાબૂદ કરી દીધી છે. તેના સ્થાને 14 સભ્યોની નવી કોર કમિટી અને 15 સભ્યોની ચૂંટણી સમિતિની રચના કરવામાં આવી છે. નવી કોર કમિટીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નામ પણ સામેલ છે.
જૂની કમિટીનું કરાયુ વિસર્જન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા એક દિવસીય મુલાકાત માટે કોલકાતા પહોંચી ગયા છે. એમજી રોડ ગુરુદ્વારા અને કાલીઘાટ મંદિરની મુલાકાત લીધા પછી, આ બંને નેતાઓએ રાજ્યના ભાજપના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠકમાં જ જૂની કોર કમિટીનું વિસર્જન કરીને તેની જગ્યાએ નવી કમિટી બનાવવાનો નિર્ણય લેવાયો હતો.
નવી સમિતિમાં કોને સ્થાન ?
નવી ચૂંટણી સમિતિના સભ્યોમાં અમિત શાહ અને જેપી નડ્ડાનું નામ પણ સામેલ છે. આ સિવાય સુકાંત મજુમદાર, સુભેંદુ અધિકારી, રાહુલ સિન્હા, આશા લાકરા, સતીશ ધન, મંગલ પાંડે, અમિત માલવિયા, લોકેટ ચેટર્જી, દિલીપ ઘોષ, અમિતા ચક્રવર્તી અને ચાર મહાસચિવને સ્થાન આપવામાં આવ્યું છે.


