- ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ યથાવત
- અત્યાર સુધીમાં 21 હજારથી વધુ લોકોના મોત
- યુદ્ધ વચ્ચે ગાઝાના લોકો ‘ગંભીર સંકટ’: WHO
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા અઢી મહિનાથી વધુ સમયથી હિંસક સંઘર્ષ ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 21 હજારથી વધુ લોકોના મોત થયા છે. દરમિયાન WHOએ માનવતાવાદી સંકટને લઈને ચિંતા વ્યક્ત કરી છે. WHOએ કહ્યું છે કે 36માંથી 15 હોસ્પિટલો કાર્યરત છે.
ઈઝરાયેલમાં 7 ઓક્ટોબરે આતંકવાદી સંગઠન હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકી હુમલા બાદ ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) દ્વારા વળતો હુમલો ચાલુ છે. WHOએ કહ્યું છે કે અઢી મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગાઝાના લોકો ‘ગંભીર સંકટ’માં છે. WHOએ કહ્યું કે ગાઝા પટ્ટીમાં 36 હોસ્પિટલોમાંથી માત્ર 15 જ કાર્યરત છે. હોસ્પિટલોમાં તબીબી પુરવઠાની અછત પણ ચિંતાજનક છે.
WHoએ યુદ્ધ અંગે ચેતવણી આપતા કહ્યું કે, માનવાધિકાર કાર્યકર્તાઓએ ગંભીર ઇજાઓ, ભૂખમરો અને રોગચાળાના જોખમમાં લોકોને મદદ કરવા માટે આગળ વધવાની જરૂર છે. લોકો ભૂખ સાથે સંઘર્ષ કરી રહેલા લોકોએ ખોરાક શોધવાની આશામાં તેમના કાફલાને રોકી દીધા. જેના કારણે હોસ્પિટલોમાં દવાઓ અને તબીબી પુરવઠો સતત ખોરવાઈ રહ્યો છે.


