- “સરકાર સમય જતા જરૂરીયાતોને ધ્યાનમાં રાખી નિર્ણય લેશે’
- “ગિફ્ટ સિટીમાં CMના માર્ગદર્શનમાં એડવાઇઝરી જાહેર થશે’
- ઉદ્યોગોને આગળ લઈ જવામાં આવશે : ઋષિકેશ પટેલ
રાજ્યમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ આપ્યા બાદ હવે એકબાજુ વિરોધનો સૂર ઊભો થઈ રહ્યો છે. ત્યાં બીજી તરફ સરકારના આ નિર્ણયના કારણે ઉદ્યોગોને પણ લાભ થશે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. આ અંગે આજે કેબિનેટની બેઠક બાદ સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, ઉદ્યોગોને આગળ લઈ જવા માટે સરકાર વિચારણા કરશે.
આજે કેબિનેટ બેઠક બાદ દારૂની છુટ મુદ્દે ઋષિકેશ પટેલે નિવેદન આપતાં જણાવ્યું કે, સરકાર સમય જતા જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નિર્ણય લેશે. જેમાં સાપુતારા, ધોરડો કે SOU માં દારૂની છૂટ મુદ્દે સમય સંજોગોના અનુરૂપ નિર્ણય લેવામાં આવશે. આ માટે સરકાર સમય જતા નિર્ણય લેશે.
તેમજ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણ પર મુક્તિ આપવામાં આવી છે. જેના અંગે ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગિફ્ટ સિટીમાં CMના માર્ગદર્શનમાં એડવાઇઝરી જાહેર થશે. તેમજ તેના અનુસાર પગલાં ભરવામાં આવશે. જેમાં કાયદાનું પાલન થાય તેની પર પણ નજર રહેશે.
આ ઉપરાંત ઋષિકેશ પટેલે આગામી દિવસોમાં યોજવા જઈ રહેલા વાયબ્રન્ટ સમિટમાં ટેસ્લાના આગમન અંગે કહ્યું કે, ટેસ્લા માટે ગુજરાત ખૂબ આશાવાદી છે.એલન મસ્કનું પહેલું ડિસ્ટેનેશન છે, ગુજરાત એમના મનમાં બેસેલું છે. તેમણે ઉમેર્યું કે, જ્યારે જગ્યા શોધવાની વાત કરવામાં આવે ત્યારે ગુજરાત પ્રાથમિકતામાં આવે છે


