- રિસેપ્શનમાં કેટરર્સ સહિત મહેમાનોને ફૂડ પોઈઝનિંગ
- રિસેપ્શનમાં ચામુંડા કેટરર્સના ભોજન બાદ લોકો બિમાર
- ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઈ તપાસ હાથ ધરી
ભરુચના અંકલેશ્વરમાં 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયુ છે. જેમાં રિસેપ્શનમાં કેટરર્સ સહિત મહેમાનોને ફૂડ પોઈઝનિંગ થયુ છે. રિસેપ્શનમાં ચામુંડા કેટરર્સના ભોજન બાદ લોકો બિમાર પડ્યા છે. જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે.
તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા
ઉલ્લેખનીય છે તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અંકલેશ્વરમાં રીસેપ્શનમાં વરરાજાના પિતા, કેટરસ સહિત 100 થી વધુ મહેમાનોને ફૂડ પોઇઝનિંગ થયુ છે. જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે. જેમાં ખાનગી હોસ્પિટલમાં બનાવના ત્રીજા દિવસે પણ દર્દીઓ દાખલ થયા છે. અંકલેશ્વરના પરમભૂમિ પાર્ટી પ્લોટ ઉપર લગ્નના રિસેપ્સશનમાં ભોજન કર્યા બાદ 100 થી વધુ લોકોને ઝાડા ઉલટી થતા દોડધામ મચી ગઇ હતી.
પાણી પુરી, દાળ ફ્રાય, ઝીરા રાઇસ સહિતનું મેનુ
અંકલેશ્વરમાં વિવેક અગ્રવાલનું લગ્નનું રિસેપશન હતું. અને 450થી વધુ મહેમાનો મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાંથી આવ્યા હતા. પરમભુમી પાર્ટી પ્લોટ પર રાતે ભોજન લીધા બાદ મહેમાનોને ફૂડ પોઇઝનિંગની અસર શરૂ થઈ જતા અફરાતફરી મચી ગઇ હતી. જેમાં તેઓએ તેમના ઓળખીતા ભરૂચના મા ચામુંડા કેટર્સને જ કોન્ટ્રાકટ આપ્યો હોવાનું કહ્યું હતું. અંગુર રબડી, પનીર ચુલ્લી, પાણી પુરી, દાળ ફ્રાય, ઝીરા રાઇસ સહિતનું મેનુ હતું. ત્યારે આ ફૂડના કારણે જ રિસેપશનમાં લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાનો આક્ષેપ સાથે ફરિયાદ કરાઈ હતી.
દૂધ તેમજ પનીરની આઇટમો સાથે અન્ય એસિડિક વિરુદ્ધ આહાર
આરોગ્ય અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દોડી આવી સેમ્પલો લઈ તપાસ હાથ ધરી છે. બીજી તરફ ઝાડા-ઉલટીની અસરમાં વરરાજાના પિતા, અન્ય મહેમાનો સાથે કેટર્સ ભદ્રેશભાઈ પ્રજાપતિ અને તેમનો ભાણિયો સહિત સ્ટાફ પણ ભોગ બન્યો હતો. જોકે કોઈની હાલત ગંભીર બની ન હતી. કેટરસે તેઓ વર્ષોથી ક્વોલિટી ફૂડ જ વાપરતા હોય અને દૂધ તેમજ પનીરની આઇટમો સાથે અન્ય એસિડિક વિરુદ્ધ આહાર ભળતા આ બનાવ બન્યો હોવાની શકયતા વ્યકત કરી હતી.


