- અદાણી હિંડનબર્ગ કેસમાં સુપ્રીમનો મહત્વનો ચૂકાદો
- SEBIની તપાસમાં દખલનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
- SEBI તપાસ માટે સક્ષમ એજન્સી છે:SC
અદાણી હિંડનબર્ગ મામલે સુપ્રિમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.. સુપ્રીમ કોર્ટે SIT તપાસનો ઇનકાર કર્યો છે અને સેબીને તપાસ કરવા કહ્યું છે. હિન્ડેનબર્ગ રિપોર્ટમાં બજાર નિયમનકાર સેબીના અધિકારક્ષેત્રમાં દખલ કરવાની મર્યાદિત સત્તા છે, જે અદાણી જૂથ સામેના આરોપોની તપાસ કરે છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે પોતાનો ચુકાદો આપ્યો હતો કે સુપ્રીમ કોર્ટ સેબીની તપાસમાં દખલ નહીં કરે. સાથે જ સુપ્રિમ કોર્ટનું કહેવુ છે કે સેબી તપાસ માટે સક્ષમ એજન્સી છે. આ મામલે સુપ્રિમ કોર્ટે વધુ તપાસ માટે સેબીને બે માસનો સમય આપ્યો છે. સુપ્રિમ કોર્ટનું કહેવુ છે કે સેબી યોગ્ય દિશામાં તપાસ કરી રહી છે.
કોર્ટે શું કહ્યું ?
સેબીએ આ મામલે સુપ્રીમ કોર્ટેને રિપોર્ટ સોંપ્યો હતો. જે બાદ સુપ્રિમ કોર્ટ તરફથી સેબીના રિપોર્ટમાં એવુ કંઇ તથ્ય સામે આવ્યુ નથી કેજેની પર શંકા હોય. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી પૂરતા પુરાવા ન હોય ત્યા સુધી સેબીના રિપોર્ટ પર અવિશ્વાસ કરી શકાય નથી. કોર્ટે કહ્યું કે સેબી આ મામલે સારી રીતે તપાસ કરી રહી છે. તેણે પોતાનો રિપોર્ટ રજૂ કરી દીધો છે. તો બીજી તરફ અરજદારો દ્વારા જણાવાયુ કે સેબીની ગતિવિધિઓ શંકાશીલ છે. કારણ કે તેમની પાસે 2014થી જ આખી ડિટેઇલ છે. જો કે કોર્ટે આ દલીલોને માનવાનો ઇન્કાર કરી દીધો હતો.
શું છે સમગ્ર મામલો?
જાન્યુઆરી 2023માં, અમેરિકન શોર્ટ સેલ ફર્મ હિંડનબર્ગ દ્વારા અદાણી ગ્રૂપની કંપનીઓ પર કથિત અનિયમિતતાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ પછી હોબાળો થયો હતો. એટલું જ નહીં, આ આરોપો પછી અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો થયો હતો. આ ઘટાડા સાથે, ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં $60 બિલિયનનો ઘટાડો થયો હતો.


