- અયોધ્યામાં સુવિધાને સાથે સાથે પર્યાવરણની પણ જાળવણી
- ઇકો ફ્રેન્ડલી ગોલ્ફ કાર સેવા કરવામાં આવી શરૂ
- સસ્તા દરે અયોધ્યા શહેર ફેરવશે ગોલ્ફ કાર
અયોધ્યા રામમંદિરને લઇને ખૂણે ખૂણો રામનામથી રંગાઇ ગયો છે. 22 જાન્યુઆરી થનારા ભવ્ય કાર્યક્રમને લઇને તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ અયોધ્યા આવનારા ભક્તોને કોઇ તકલીફ ન પડે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એરપોર્ટ અને રેલવેની સુવિધા શરૂ કરાયા બાદ હવે શ્રદ્ધાળુઓ માટે ઇકો ફ્રેન્ડલી ગોલ્ફ કાર્ટની સુવિધા શરૂ કરવામાં આવી છે.
ગોલ્ફ કાર શરૂ થઇ
જી, હા અયોધ્યામાં આવનારા ભક્તોને રામલલ્લાના દર્શનની સાથે શહેરમાં ભ્રમણ કરવા માટે ગોલ્ફ કાર સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં ઓછા ભાડામાં રામલલ્લાના દર્શનની સાથે સાથે આખુ શહેર ફરી શકાશે. યાત્રીઓ માટે આ સેવા શરૂ કરાતા યાત્રીઓની સાથે સાથે ગોલ્ફકાર ચાલકોને પણ આવકની તક પ્રાપ્ત થતા તેમણે સેવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.
મેક ઇન ઇન્ડિયા હેઠળ પ્રાથમિકતા
મહત્વનું છે કે પ્રથમ તબક્કામાં અયોધ્યામાં ચાર મુસાફરોની બેઠક ક્ષમતાવાળા 15 EV પ્લસ ફોર-વ્હીલર ઈ-વ્હીકલ લોન્ચ કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયા હેઠળ, ભારતમાં ઉત્પાદિત EV કારને ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.


