- દક્ષિણ ચીન સાગરમાં ચીન અને પેલેસ્ટાઈન વચ્ચે વધતો તણાવ
- અનેક એશિયન દેશોને છે ભારતની બ્રાહ્મોસ મોસાઇલમાં રસ
- બ્રહ્મોસ એરોસ્પેસ સાથે ફિલિપાઈન્સની 374 મિલિયન ડોલરની ડીલ
દક્ષિણ ચીન સાગરમાં ચીનના સૈનિકો સાથે ચાલી રહેલી ઘર્ષણ વચ્ચે ફિલિપાઈન્સને ભારતીય બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ મળવા જઈ રહી છે. તેને 2024માં ક્રુઝ મિસાઈલની ડિલિવરી મળી શકે છે. વર્ષ 2022માં ફિલિપાઈન્સે ભારત સાથે આ અંગે ડીલ કરી હતી, ત્યારબાદ બીજા વર્ષે એટલે કે 2023માં તેના અધિકારીઓએ તેને ઓપરેટ કરવાની ટ્રેનિંગ લીધી હતી અને હવે આખરે, વિશ્વની સૌથી ઝડપી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ટૂંક સમયમાં ફિલિપાઈન્સ નૌકાદળના કાફલામાં સામેલ થવા જઈ રહી છે.
મિસાઈલની ડિલિવરી એવા સમયે થઈ રહી છે જ્યારે દક્ષિણ ચીન સાગરમાં ચીન અને પેલેસ્ટાઈન વચ્ચે તણાવ વધી રહ્યો છે અને આક્રમક સૈન્ય યુદ્ધ સુધી પહોંચી ગયું છે. એવામાં, ભારતીય મિસાઇલો ફિલિપાઇન્સને ચીનનો મુકાબલો કરવામાં મદદ કરી શકે છે અને વિશ્વના સૌથી લાંબા દરિયાકિનારા પર દેશને સુરક્ષિત કરવામાં મદદ કરશે.
ઘણા દેશોને છે ભારતની બ્રાહ્મોસ મોસાઇલમાં રસ
વિદેશી મીડિયાના અહેવાલો મુજબ, દરિયાઈ સુરક્ષા અને એશિયન સુરક્ષા આર્કિટેક્ચર નિષ્ણાત ડૉ. પૂજા ભટ્ટે કહ્યું કે દરિયાકાંઠે બ્રહ્મોસ મિસાઈલ સિસ્ટમ ફિલિપાઈન્સની સેનાને જોખમનો જવાબ આપવામાં મદદ કરશે. બ્રહ્મોસ મિસાઈલ સાથે ફિલિપાઈન્સ દક્ષિણપૂર્વ એશિયાના તે દેશોમાં જોડાઈ જશે જે સુપરસોનિક એન્ટી-શિપ ક્રૂઝ મિસાઈલ ધરાવે છે.
ઈન્ડોનેશિયા પાસે રશિયન યાકહોંત સુપરસોનિક મિસાઈલ છે. વિયેતનામ પાસે બે રશિયન લેન્ડ બેઝ્ડ બાસ્ટન-પી મોબાઈલ કોસ્ટલ ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ પણ છે. ફિલિપાઈન્સ ઉપરાંત ઈન્ડોનેશિયા, વિયેતનામ અને થાઈલેન્ડે પણ બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ ખરીદવામાં રસ દાખવ્યો છે.
374 મિલિયન ડોલરમાં થઈ હતી ડીલ
બ્રહ્મોસ એરોસ્પેસના CEO અતુલ ડી. રાણેએ જણાવ્યું હતું કે બ્રહ્મોસનું લક્ષ્ય ફિલિપાઇન્સ સાથે લગભગ 300 મિલિયન યુએસ ડોલરના ફોલો-ઓન ઓર્ડરને પૂર્ણ કરવાનું છે. આ માટે ફિલિપાઈન્સ મરીન કોર્પ્સને મિસાઈલોની ડિલિવરી 2023ના અંતમાં શરૂ થવાની છે. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી કે ફિલિપાઈન્સ આર્મી મિસાઈલ સિસ્ટમના લેન્ડ-બેઝ્ડ વર્ઝનનો ઓર્ડર પણ આપી શકે છે. 31 ડિસેમ્બર, 2021ના રોજ, ફિલિપાઈન્સની સરકારે જાહેરાત કરી કે તેણે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડને 374 મિલિયન ડોલરમાં ક્રૂઝ મિસાઈલ ખરીદવાનો પ્રસ્તાવ મોકલ્યો છે.


