- ઓવૈસીના નિવેદનને લઇને ગરમાયુ રાજકારણ
- ગિરિરાજસિંહે કહ્યુ ઓવૈસી ભારતના ફરી ભાગલા કરવા માંગે છે
- રામમંદિરના વિરુદ્ધ ઓવૈસીએ આપ્યું હતું નિવેદન
રામમંદિર પર વિવાદિત નિવેદનને લઇને AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીનો વિરોધ થઇ રહ્યો છે. હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ ઓવૈસીના નિવેદનને લઇને દિલ્હીમાં ફરિયાદ પણ નોંધાવી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે પણ આ નિવેદનની આકરી ટીકા કરી છે.
પ્રભુ શ્રીરામનું DNA સમગ્ર દેશમાં -ગિરિરાજસિંહ
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીના નિવેદન અંગે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું કે ઔવેસી ભારતને ભાગલા પાડવા માંગે છે. ઓવૈસીમાં જિન્નાનું જિન્ન પ્રવેશી ગયુ છે. યુવાઓને ભડકાવાનું કામ કરી રહ્યા છે. પ્રભુ શ્રી રામનું ડીએનએ દરેક હિંદુ અને મુસલમાનમાં છે. આપણે સૌ એક જ છીએ.
સનાતન હિંદુ પુર્નજાગરણનો આ સમય છે- ગિરિરાજસિંહ
હજારો વર્ષ સનાતન હિંદુ ધર્મને હેરાન કરવામાં આવ્યો. ક્યારેક ગજનીના રૂપમાં તો ક્યારેક બાબરના રૂપમાં. મુઘલો દ્વારા સનાતન ધર્મને હેરાન કરાયો. હિંદુઓને હેરાન કરાયા. ત્યાર પછી અંગ્રેજો આવ્યા. ત્યાં સુધી ભગવાન શ્રી રામ ટેન્ટમાં કેદ રહ્યા. હવે જે સમય છે તે સનાતન હિંદુ પુર્નજાગરણનો સમય છે. યુવાઓ જાગો, દરેક ઘરમાં દીવો પ્રગટાવો. યુવાઓ સંકલ્પ લો કે હવે કોઇ બાબર, ગજની, કે ઓરંગ ઝેબ નજર ઉઠાવીને ન જોઇ શકે. તે દીપ પ્રગટાવીને સંકલ્પ લો કે સનાતન ધર્મની રક્ષા કરીશું અને પ્રભુ શ્રીરામના મંદિર પર કોઇની કુદ્રષ્ટિ ન પડે.


