- હોસ્પિટલમાં રોજના 2000 દર્દીઓ સારવાર માટે આવે છે.
- હોસ્પિટલના અનેક વિભાગોની બહાર રખડતાં શ્વાન
- સિક્યોરીટી પાછળ કરોડોનો ખર્ચ છતાંય બેદરકારી
સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની હોસ્પિટલ
જામનગર શહેરમાં આવેલી અને સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની જીજી હોસ્પિટલમાં રખડતાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. જામનગર શહેરની અને સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની જીજી હોસ્પિટલ. અહીંયા દરરોજ 2000 આસપાસ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જામનગરની જીજી હોસ્પિટલમાં ખંભાળિયા, દ્વારકા, પોરબંદર સહીત આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં દરર્દીઓ અહીંયા સારવાર લેવા આવે છે.
સિક્યુરીટી સામે સવાલ
રોડ રસ્તા પર તો આપણે શ્વાનને અને રખડતા ઢોરને ફરતા જોયા હશે, પરંતુ જો જામનગરની વાત આવે ત્યારે એવુ કહી શકાય કે, જ્યાં સરકારી હોસ્પિટલમાં પણ શ્વાન લટાર મારતા જોવા મળે. સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા શહેરની જીજી હોસ્પિટલમાં આ બાબતે એક રીયાલીટી ચેક કરવામાં આવી જેમાં હોસ્પિટલના મોટાભાગના વિભાગ અને તેની બહાર રખડતા શ્વાન જોવા મળ્યા. ત્યારે આ મામલે હવે સિક્યુરિટી સામે સવાલ ઉભા થાય છે.
વોર્ડ અને વિભાગમાં રખડતાં કૂતરાઓ
હોસ્પિટલના અંદરના ભાગમાં ઓર્થોપેડિક, ઈએનટી, લેબોલેટરી સહિતના વોર્ડ પાસે એક સાથે અનેક કૂતરાઓ રખડતા જોવા મળ્યા છે. ત્યારે હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ ભયમાં મુકાયા છે. ત્યારે રખડતા શ્વાનનો આંતક હોસ્પિટલમાં જોવા મળી રહયો છે.
તંત્ર દ્વારા કડક કાર્યવાહીનો દાવો
આ પહેલાં પણ રખડતા પશુઓ હોસ્પિટલની અંદર જોવા મળ્યા છે. થોડા સમય પહેલાં શ્વાન વોર્ડની અંદર ખાટલા પર બેઠા હોવાનુ સામે આવ્યુ હતું. દર વખતે હોસ્પિટલ તંત્ર દ્રારા કડક કાર્યવાહીનો દાવો કરવામાં આવે છે.પરંતુ બધું વાતોના વડા જેવું છે પણ થતું કંઈ નથી. હોસ્પિટલમાં સિકયોરીટી માટે કરોડો રૂપિયોનો ખર્ચ થયો પરંતુ દર્દીઓની સાથે રખડતા પશુઓ પણ હોસ્પિટલની અંદર આરામથી લટાર મારતા જોવા મળે છે.
હજી થોડા સમય પહેલાં જ સમાચાર હતા કે,
સુરતમાં રખડતા શ્વાન સૌથી મોટું જોખમ બન્યા છે. જેમાં સુરતના પીપળોદમાં બાળક પર શ્વાને હુમલો કર્યો છે. તેમાં શ્વાનના ટોળાએ બાળક પર હુમલો કર્યો હતો. બાળકને શ્વાને 35થી વધુ બચકાં ભર્યા હતા. તેમજ ઇજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
શ્વાનના હુમલાના અહેવાલ બાદ ટીમો દોડતી થઇ
શ્વાનના હુમલાના અહેવાલ બાદ ટીમો દોડતી થઇ છે. જેમાં ઉમરા ગામમાં વિદ્યાર્થી પર શ્વાને હુમલો કર્યો હતો. જેમાં મનપાની ટીમો શ્વાસનને પકડવા દોડતી થઇ છે. શ્વાન દ્વારા બાળક પર હુમલાના મામલે શહેરીજનોમાં આક્રોશ છે. ત્યારે શહેરમાં મનપાનું તંત્ર દોડતું થયું છે. જેમાં ઘોડા છૂટી ગયા બાદ તબેલે તાળા મારવા જેવી સ્થિતિ થઇ છે. ડોગ પકડવા માટે પાલિકાની ટિમ ઘટના સ્થળે પહોંચી છે. તેમાં સુરત મહાનગર પાલિકાની ટીમે છ શ્વાન પકડયા છે.
શ્વાન કરડેલ દર્દીઓ માટે અલાયદો વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો
અગાઉ પાંડેસરામાં 5 વર્ષીય બાળક પર શ્વાનોએ હુમલો કર્યો હતો. બાળક ઘર પાસે રમી રહ્યો હતો. તે દરમ્યાન શ્વાનોએ હુમલો કર્યો હતો. શ્વાને હુમલો કરતા મોઢાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે તાત્કાલી બાળકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. શહેરમાં નાના બાળકોનો શ્વાનના હુમલાનાં કેસો વધી રહ્યા છે. સુરત સિવિલમાં શ્વાનના હુમલાની સારવાર માટે અલાયદો વોર્ડ ઉભો કરાયો છે. મળતી માહિતી મુજબ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે દરરોજ 15 થી 17 શ્વાન કરડવાનાં કેસ આવી રહ્યા છે. ત્યારે હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં શ્વાન કરડ્યાના ઈન્જેક્શન પુરતા પ્રમાણમાં છે. તેમજ શ્વાન કરડેલ દર્દીઓ માટે અલાયદો વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે.


