- સુત્રાપાડાના ગાંગેથા ગામે સિંહોના આટાફેરા
- મધ્ય રાત્રે 3 સિંહોના ગામડામાં આટાફેરા
- શિકાર ની શોધમાં વારંવાર સિંહો ઘુસ્યા
ગીર સોમનાથ જિલ્લામાં સિંહોનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. જેમાં હવે સિંહો શિકારની શોધમાં રહેણાંક વિસ્તારોમાં આંટાફેરા કરતાં જોવા મળી રહ્યા છે. આ વચ્ચે ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના ગાંગેથા ગામે ત્રણ સિંહોનો સમૂહ મધ્યરાત્રીના ગામમાં આવી ચડ્યો હતો.
આ અંગની માહિતી અનુસાર, સુત્રાપાડા તાલુકાના ગાંગેથા ગામે મધ્યરાત્રિના અઢી વાગ્યે ત્રણ સિંહોનો સમૂહ શિકારની શોધમાં ગામની શેરીઓમાં આવી ચડ્યો હતો. ગીર જંગલ બોર્ડર પરના ગામડાઓમાં છાશવારે સિંહ, દિપડા સહિત વન્ય પ્રાણીઓ ખોરાકની શોધમાં આવી ચડે છે.
ગામની શેરીઓમાં બિન્દાસપણે આંટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ગામમાં સિંહની અવર જવરના પગલે ગ્રામજનોમાં ભય પણ જોવા મળી રહ્યો છે. ગાંગેથા ગામે રાત્રીના અઢી વાગ્યાના સુમારે ત્રણ સિંહો શેરીઓમાં ફરતા હતા.
વહેલી સવારે ગ્રામજનોને જાણ થતાં ગામના CCTVની તપાસ કરી હતી. ત્રણેય સિંહોના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા હતા. વનરાજાના ગામમાં મુકામના પગલે એક તબક્કે ગ્રામજનોમાં ભય પણ જોવા મળ્યો હતો. વન વિભાગ દ્વારા સિંહોને ફરી જંગલ તરફ ખસેડવામાં આવે તેવી ગ્રામજનોએ માગ કરી છે.


