- બે પુરુષ અને 1 મહિલા કોરોના પોઝિટિવ
- બોડકદેવ, વેજલપુર, ઓઢવમાં કોરોનાના કેસ
- બે લોકો મહારાષ્ટ્રથી પરત ફર્યા બાદ પોઝિટિવ
અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. જેમાં 2024ના પ્રથમ દિવસે કોરોના 3 કેસ પોઝિટિવ આવ્યા છે. તેમજ બે પુરુષ અને 1 મહિલા કોરોના પોઝિટિવ થયા છે. ત્યારે બોડકદેવ, વેજલપુર, ઓઢવમાં કોરોનાના કેસ આવ્યા છે. બે લોકો મહારાષ્ટ્રથી પરત ફર્યા બાદ કોરોના પોઝિટિવ થયા છે.
અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 60 થઇ
અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 60 થઇ છે. ત્યારે કોરોના પોઝિટિવ 1 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર ભારતમાં 636 નવા કોરોનાના કેસ સામે આવતાં ચિંતા વધી ગઇ છે. કોરોનાના 841 કેસ સામે આવ્યા હતા પણ એક્ટિવ કેસમાં વધારો હજુ પણ યથાવત્ જ છે. સક્રિય દર્દીઓ વધીને હવે 4,394 થઇ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓના કોરોનાને લીધે મૃત્યુ પણ થયા છે. જેમાં બે કેરળમાં અને એક તમિલનાડુમાં નોંધાયો હતો.
માંજલપુરમાં રહેતા 57 વર્ષીય દર્દીનું મોત નીપજ્યું
વડોદરામાં H1N1 ઈન્ફલ્યુએન્ઝાના દર્દીનું મોત થયુ છે. જેમાં માંજલપુરમાં રહેતા 57 વર્ષીય દર્દીનું મોત નીપજ્યું છે. SSG હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ હતા. H1N1 સહિત અનેક બીમારીઓની સારવાર ચાલતી હતી. જેમાં ખાનગી હોસ્પિટલમાંથી SSGમાં દર્દીને રિફર કરાયા હતા.
શહેરમાં H1N1ઇન્ફ્લુએન્ઝાના દર્દીનું મોત નીપજયું
શહેરમાં H1N1ઇન્ફ્લુએન્ઝાના દર્દીનું મોત નીપજયું છે. એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દર્દી દાખલ હતો. ભારતમાં સતત વધી રહેલા કોવિડ-19 કેસો વચ્ચે કોરોનાના સબ-વેરિયન્ટ JN.1ના કેસો પણ દિવસે દિવસે વધી રહ્યા છે. દેશમાં નવા વેરિયન્ટના કુલ કેસોનો આંકડો 1 જાન્યુઆરી સુધીમાં 196 પર પહોંચી ગયો છે. એક અહેવાલ મુજબ દેશમાં JN.1ના કુલ 196 કેસો સામે આવ્યા છે. અહેવાલ મુજબ ઓડિશામાં પણ નવા વેરિયન્ટનો પગપેસારો થયો છે. અત્યાર સુધીમાં દેશના કુલ 10 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નવા વેરિયન્ટના કેસો સામે આવ્યા છે.


