- 22 જાન્યુઆરીએ રામમંદિરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા સમારોહ
- પીએમ મોદીએ રામજીના ભજન માટે આપ્યુ છે હેશટેગ
- પીએમ મોદીએ શેર કર્યો રામ ભજનનો વીડિયો
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેકનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. તેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે દૂર-દૂરથી લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. રામ મંદિરને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર એક ભજન શેર કર્યુ હતું.
સ્વાતિ મિશ્રાનું ભજન કર્યુ શેર
રામ આયેંગે તો અંગના સજાઉંગુ આ ભજન હાલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયુ છે. પીએમ મોદીએ આ ભજનની લિંક શેર કરી છે. આ ભજન સ્વાતિ મિશ્રા દ્વારા ગાવવામાં આવ્યું છે. PM એ સ્વાતિ દ્વારા ગાયેલા ભજન ‘મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાયેંગે’ ની લિંક શેર કરી અને લખ્યું કે ‘શ્રી રામ લાલાના સ્વાગતમાં સ્વાતિ મિશ્રાજીનું આ ભક્તિમય ભજન મંત્રમુગ્ધ છે’.
કોણ છે સ્વાતિ મિશ્રા?
સ્વાતિ બિહારના છપરાની છે. તે યુટ્યુબ સિંગર છે. તેમનું આ ભજન લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ ભજન પહેલા છઠ્ઠી મૈયા વિશે ગાયેલા ગીતો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. તે જ સમયે, તેમનું આ ભજન પણ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. સ્વાતિ હાલ મુંબઈમાં છે અને ત્યાં સંગીત ક્ષેત્રે કામ કરી રહી છે.
પીએમ મોદીએ કરી હતી અપીલ
મહત્વનું છે કે પીએમ મોદીએ એ મન કી બાત કાર્યક્રમ દરમિયાન ઉલ્લેખ કર્યો હતો કે લોકોએ તેમના ભજન, કવિતાઓ, ગદ્ય અને અન્ય રચનાઓ સોશિયલ મીડિયા પર #SHRIRAMBHAJAN સાથે શેર કરવી જોઈએ. આ દરમિયાન તેમણે કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે હેશટેગ#SHRIRAMBHAJAN સાથે રામજીના ભજનો શેર કરવા અપીલ કરી હતી. ત્યારે પીએમ મોદીએ આ હેશટેગ સાથે એક ભજન શેર કર્યું હતું. અને જણાવ્યું હતું કે રામલલ્લાને આવકારવા માટેનું આ ભજન મંત્રમુગ્ધ કરનારુ છે.


