- કેપટાઉનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ ચાલું
- ભારતે બનાવી 98 રનની લીડ
- રોહિત શર્મા લગાતાર 11મી વખત ટોસ હાર્યો
ભારતીય કેપ્ટન રોહિત શર્માને નસીબ સાથ નથી આપી રહ્યું. વાસ્તવમાં, રોહિત શર્માની ટોસ હારવાનું લગાતાર ચાલુ છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા સતત 11મી મેચમાં ટોસ હારી ગયો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ કેપટાઉનમાં રમાઈ રહી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે ટોસ જીત્યો હતો. આ રીતે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ફરીથી ટોસ જીતવામાં નિષ્ફળ રહ્યો હતો.
રોહિત શર્મા સતત 11મી વખત ટોસ હાર્યો
તાજેતરમાં જ વર્લ્ડ કપમાં રોહિત શર્માની ટોસ હારવાની શ્રેણી શરૂ થઈ હતી. ત્યારથી રોહિત શર્મા સતત ટોસ હારી રહ્યો છે. જોકે, આ યાદીમાં રોહિત શર્મા એકમાત્ર કેપ્ટન નથી. વર્લ્ડ કપ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 T20 મેચોની સીરીઝ રમાઈ હતી. આ શ્રેણીમાં સૂર્યકુમાર યાદવે ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું હતું. કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવ પણ સતત ટોસ હારતો રહ્યો. આ પછી, સૂર્યકુમાર યાદવે દક્ષિણ આફ્રિકા સામેની 3 ટી-20 મેચની શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું. સૂર્યકુમાર યાદવે બંને શ્રેણીમાં સતત 5 વખત ટોસ હાર્યો હતો.
દક્ષિણ આફ્રિકા સામે ભારતની 98 રનની લીડ
જો આ મેચની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ યજમાન ટીમ 23.2 ઓવરમાં માત્ર 55 રનમાં સમેટાઈ ગઈ હતી. મોહમ્મદ સિરાજે ભારત માટે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. મોહમ્મદ સિરાજે દક્ષિણ આફ્રિકાના 6 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. આ સિવાય મુકેશ કુમાર અને જસપ્રિત બુમરાહને 2-2 સફળતા મળી છે. આ સાથે ભારત પણ 153 રન બનાવી ઓલ આઉટ થઇ ગયું હતુ. આ સાથે ભારતે 98 રનની લીડ બનાવી છે.


