- ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નરે ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવિદા
- વોર્નરે પાકિસ્તાન સામે કારકિર્દીની છેલ્લી રેડ બોલ સિરીઝ રમી
- વોર્નર તેના બાળપણના મિત્ર ઉસ્માન ખ્વાજાને ગળે મળ્યો
ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નરે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. વોર્નરે પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની કારકિર્દીની છેલ્લી રેડ બોલ સિરીઝ રમી છે. આ દરમિયા ડેવિડ વોર્નરના હોમ સ્ટેડિયમ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ચાહકોએ તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. વોર્નરે પોતાનું બેટ હવામાં લહેરાવીને ચાહકોનું અભિવાદન સ્વીકાર્યું.
વોર્નરે રમી છેલ્લી રેડ બોલ સિરીઝ
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે આજે 3 જાન્યુઆરીના રોજ ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ રમાઇ રહી છે.ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નરે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. વોર્નરે પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની કારકિર્દીની છેલ્લી રેડ બોલ સિરીઝ રમ્યો છે. નિવૃત્તિ માટે તૈયાર ડેવિડ વોર્નર જ્યારે તેના હોમ સ્ટેડિયમ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર બેટિંગ કરી હતી.
પાકિસ્તાની ટીમે વોર્નરને આપ્યું ગાર્ડ ઓફ ઓનર
ઓસ્ટ્રેલિયાના 37 વર્ષીય સ્ટાર બેટ્સમેન ડેવિડને પાકિસ્તાનના ખેલાડીઓ તરફથી વિશેષ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રમતના મેદાનમાં આવવાથી પહેલા, વોર્નરે તેના ઓપનિંગ સાથી અને બાળપણના મિત્ર ઉસ્માન ખ્વાજાને ગળે લગાવ્યો હતો. વોર્નર અને ખ્વાજા માત્ર એક ઓવર માટે બેટિંગ કરવા આવ્યા હતા,કારણ કે અમ્પાયરે ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયાને 6/0 પર સ્ટમ્પ જાહેર કર્યું હતુ.
વોર્નર ઓસ્ટ્રેલિયાના પાંચમા સૌથી વધુ દમદાર બેટ્સમેન
ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયાના પાંચમા સૌથી વધુ દમદાર બેટ્સમેન તરીકે તેની ટેસ્ટ કારકિર્દીનો અંત લાવશે. તેની કારકિર્દીમાં એક ટેસ્ટમાં અણનમ રહીને તેણે 44.58ની એવરેજથી 8695 રન બનાવ્યા છે.ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટમાં વોર્નરથી વધુ કોઈ પણ ઓપનરે રન બનાવ્યા નથી. વોર્નરે એમસીજી ખાતેની તેની અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા માટે મેથ્યુ હેડનના 8625 રનના રેકોર્ડને પાછળ છોડી દીધો.
ટેસ્ટમાં વોર્નરનો રેકોર્ડ
ડેવિડ વોર્નરે ટેસ્ટમાં એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે, તે અત્યાર સુધીનો ચોથો સૌથી શાનદાર ઓપનર છે. માત્ર એલિસ્ટર કૂક, સુનીલ ગાવસ્કર અને ગ્રીમ સ્મિથે જ ટેસ્ટમાં ઓપનર તરીકે વધુ રન ફટકાર્યા છે. ઘરેલું સ્તરે તેની આક્રમક શૈલીને કારણે વોર્નરને ઓસ્ટ્રેલિયાએ T20I માં ઝડપથી સામેલ કર્યો હતો. તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા પહેલા જ ડેબ્યૂ કર્યું હતું. વોર્નરે તેની ટેસ્ટ મેચની બેટિંગમાં પણ તે શૈલીઓ લાવી હતી, તેણે આ ફોર્મેટમાં 70.31ની સ્ટ્રાઇકિંગ સાથે રન બનાવ્યા હતા.
પેટ કમિન્સે 61 રન આપી 5 વિકેટ ઝડપી
મેચના એક દિવસ અગાઉ પાકિસ્તાને મોહમ્મદ રિઝવાન, આગા સલમાન અને આમિર જમાલની મદદની 313 રન બનાવ્યા હતા. રિઝવાને 103 બોલમાં 88 રનની ઝડપી ઈનિંગ્સ રમી હતી, નવમા નંબર પર રહેલા જમાલે 82 બોલમાં 53 રન અને સલમાને 67 બોલમાં 53 રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે સિરીઝ દરમિયાન સતત ત્રણ વખત પાંચ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી, જેમાં તેણે 61 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી.


