- 3 પુરુષ અને 5 મહિલાઓ આવી પોઝિટિવ
- થલતેજ, જોધપુર, નવરંગપુરા, બોડકદેવમાં કેસ નોંધાયા
- વટવા, સરદારનગર, ખાડિયા પણ નોંધાયા કેસ
રાજ્યમાં એક તરફ કોરોના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ આજે કોરોનામાં વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં3 પુરૂષ અને 5 મહિલાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. નવી કોરોના લહેરમાં અત્યાર સુધીમાં 60 જેટલા પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધવામાં આવ્યા છે. જ્યારે એક વૃદ્ધાનું કોરોના કારણે મોત પણ થયું છે.
આ વચ્ચે આજે અમદાવાદમાં વધુ 8 કેસો નોંધાયા છે. જેના કારણે હેલ્થ વિભાગ સક્રિય બન્યું છે. અમદાવાદના થલતેજ, જોધપુર, નવરંગપુરા, બોડકદેવમાં કોરોના કેસ નોંધાયા છે. તેમજ વટવા, સરદારનગર, ખાડિયા વિસ્તારમાં પણ કોરોના કેસ નોંધાયા છે. આ સાથે જ 4 લોકોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી આવી સામે છે. તેમજ અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 60 થઇ છે. ત્યારે કોરોના પોઝિટિવ 1 દર્દી હોસ્પિટલમાં દાખલ છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના કારણે 5 લોકોના મોત થયા છે. તે જ સમયે, 2 જાન્યુઆરી, 2024 સુધી, 11 રાજ્યોમાંથી JN.1 સબ વેરિઅન્ટના કુલ 511 કેસ નોંધાયા છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) હેઠળના ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP)એ આ માહિતી આપી. જે પછી દેશબરમાં ટ્રેસિંગ અને ટેસ્ટિંગની પ્રક્રિયા વધારવામાં આવી છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 602 નવા કેસ નોંધાયા છે, જે કુલ કેસોની સંખ્યા 4,50,15,136 (4 કરોડ, 50 લાખ 15 હજાર 136) પર પહોંચી ગયા છે. આ સાથે એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. અગાઉ એક્ટિવ કેસ 4,440 હતા, જેમાં મંગળવારથી 125નો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં 722 લોકો સ્વસ્થ થયા છે અને કુલ સાજા થયેલા કેસોની સંખ્યા 4,44,77,272 થઈ ગઈ છે.


